ખબર

ધોનીના સન્યાસની વાત સાંભળતા જ ભાવુક થયા લતા મંગેશકર, કહ્યું કે ‘દેશને તમારી જરૂર છે અને ‘

આઈસીસી વર્લ્ડકપ 2019માં સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે 18 રનથી હાર્યા બાદ ભારતીય ટિમ વર્લ્ડકપથી બહાર થઇ ગઈ છે, જેનાથી કરોડો ભારતીયોની આશા તૂટી ગઈ છે. ત્યારે હવે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટમાંથી સન્યાસ લેશે, જેને કારણે ધોનીના પ્રશંસકોમાં ખલબલી મચી ગઈ છે.

હવે સોશિયલ મીડિયા સાઈટ ટ્વીટર પર #ThankYouMSD ટ્રેન્ડ કરી રહ્યો છે અને ધોનીના ચાહકો તેમને લઈને ઘણા પ્રકારના ટ્વીટ કરતા જોવા મળી રહયા છે. ધોનીના સન્યાસની અટકળો વચ્ચે પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

લતા મંગેશકરે કહ્યું કે હજુ દેશને આપની રમતની જરૂર છે. લતા મંગેશકરે પણ ટ્વીટર પર ટ્વીટ કરીને લખ્યું, ‘નમસ્કાર એમ એસ ધોની જી. આજ કાલ હું સાંભળી રહી છું કે તમે રીટાયર થવા માંગો છો. કૃપા કરીને તમે આવું ન વિચારો. દેશને આપની રમતની જરૂર છે અને આ મારી પણ વિનંતી છે કે રિટાયરમેન્ટનો વિચાર પણ તમે મનમાં ન લાવો.’

આ સાથે જ લતાજીએ એક બીજી ટ્વીટ કરી અને એમાં તેમને 1994માં ગાયેલું ગીત ટિમ ઇન્ડિયાને સમર્પિત કર્યું છે. લતાજીએ લખ્યું, ‘કાલે ભલે આપણે જીતી ન શક્યા હોઈએ, પણ આપણે હાર્યા નથી. ગુલઝાર સાહેબનું ક્રિકેટ માટે લખેલું આ ગીત હું આપણી ટીમને સમર્પિત કરું છું.’

નોંધનીય છે કે ટિમ ઇન્ડિયાની હાર પર બોલિવૂડે પણ પોતાની પ્રતિક્રિયા ટ્વીટર પર જાહેર કરી હતી. અને બધાએ જ ટિમ ઇન્ડિયાને સપોર્ટ કરીને તેમના પ્રયાસો માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks