દિવ્યાંગ કમાને લઈને કિંજલ દવેના પિતાએ આપ્યુ મોટુ નિવેદન ! કીધું કે, પોતાની જાતને જો મહાન સમજતું હોય કે મનમાં કોઈ ખોટો વહેમ લઈને ફરતું હોય

છેલ્લા 3-4 મહિનાથી ગુજરાતમાં એક નામ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યું છે અને એ નામ છે કોઠારીયાના કમાનું. કમો દિવ્યાંગ હોવા છતાં પણ ખુબ જ ટૂંકા સમયમાં ગુજરાતનું મોટું નામ બની ગયો છે અને ઠેર ઠેર તેની ડિમાન્ડ પણ વધી રહી છે. આજે ડાયરાઓમાં કમાભાઈની એન્ટ્રી અચૂક હોય છે, તો આગામી નવરાત્રીમાં પણ તેમની તારીખો બુક થઇ ગઈ છે.

એવામાં ઘણા લોકો કમાને આ રીતે કાર્યક્રમોમાં લઇ જવા માટે વિરોધ પણ કરે છે. ઘણા લોકો કમાને સર્કસનું રમકડું કહી રહ્યા છે અને ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે કમાની મરજી વિરુદ્ધ તેને નાચવા માટે મજબુર કરવામાં આવે છે, ત્યારે આ બધા વચ્ચે લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના પિતાની એક પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

લલિત દવેએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કમાને સમર્થન આપતા લખ્યું કે, “કમાભાઈને જે લોકપ્રિયતા અને જે સ્થાન મળ્યું છે તે જોઈને ખૂબ આનંદ થાય છે અને એ જોતાં સમજાય છે કોઈ અદ્રશ્ય શક્તિ ભાગ્યને ભગવાન આવું બધું આ દુનિયામાં કામ કરી રહ્યું છે બાકી આ અશક્ય છે કેમ કે કમાભાઈ પોતે જ કહે છે કે મને સ્ટેજની જોડે કોઈ જાવા નહોતું દેતું એજ સ્ટેજની ઉપર આજે મોટા ધુરંધર કલાકારથી વધારે માન કમાભાઈને મળી રહ્યું છે.”

તેમને આગળ લખ્યું કે, “એ જોઈને એક વાત કહીશ કોઈ પોતાની જાતને જો મહાન સમજતું હોય કે મનમાં કોઈ ખોટો વહેમ લઈને ફરતું હોય કે હું કોઈને ચલાવી દઉં કે કોઈને ચલાવી દીધા તો આવો ખોટો વહેમ હોય તો મગજમાંથી કાઢી નાખવો જોઇએ કારણ કે મારા પ્રભુની ઈચ્છા વગર અહીં કોઈનાથી એક શ્વાસ ના લેવાય, આ બધુ પોતાના કર્મ શ્રદ્ધા વિશ્વાસ પુણ્ય અને પ્રભુ કૃપાથી ચાલે છે એ ધારે ત્યારે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે દાખલો સામે છે ખોટો વહેમ લઈને ના ફરવું. લલિત દવે હરિ હરની મરજી.  મહાદેવ હર”

કેટલાક મીડિયા દ્વારા કમાન માતા પિતાના ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવ્યા છે અને તેમાં પણ કમાના માતા પિતાએ કોઈ વિરોધ નોંધાવ્યો નથી. ના કમાએ પોતાના આ કામ અને નામ પ્રત્યે વિરોધ નોંધાવ્યો છે. કમાના માતા પિતા તો આ માટે કિર્તીદાન ગઢવીનો પણ આભાર માની રહ્યા છે, તેમને એક મીડિયા સાથે વાત કરતા એમ પણ જણાવ્યું હતું કે તેમની પરિસ્થિતિ હવે પહેલા કરતા પણ ઘણી સારી છે.

વાત કરીએ કમાભાઇની લોકપ્રિયતાની તો કોઠારીયા ગામની અંદર જ શ્રી વજાબાપાની પુણ્યતિથિ નિમિત્તે ગામની ગૌશાળામાં જ એક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કમો પણ પોતાનો મોટાભાગનો સમય આ ગૌશાળામાં જ વિતાવે ત્યારે આ ડાયરામાં ડાયરા કલાકાર તરીકે આવેલા કિર્તીદાન ગઢવીએ “રસિયો રૂપાળો” ગીત લલકારતા જ કમો ઝૂમવા લાગ્યો હતો અને તેનો વીડિયો વાયરલ થતા જ તે લોકપ્રિય બનવા લાગ્યો.

લલિત ભાઈ દવે એ તેમના ઇન્સ્ટાગ્રામ પાર પોસ્ટ કરી લખ્યું હતું કે “કમાં ભાઈ ને જે લોકપ્રિયતા અને જે સ્થાન મળ્યું છે જોઈને ખૂબ આનંદ થાય છે અને એ જોતાં સમજાય છે કોઈ અદ્રશ્ય શક્તિ ભાગ્ય ને ભગવાન આવું બધું આ દુનિયામાં કામ કરી રહ્યું છે બાકી આ અશક્ય છે કેમ કે કમાં ભાઈ પોતેજ કહે છે કે મને સ્ટેજની જોડે કોઈ જાવા નહોતું દેતું એજ સ્ટેજ ની ઉપર આજ મોટા ધુરંધર કલાકારથી વધારે માન કમાં ભાઈ ને મળી રહ્યું છે એ જોઈને એક વાત કહીશ કોઈ પોતાની જાતને જો મહાન સમજતું હોય કે મનમાં કોઈ ખોટો વહેમ લઈને ફરતું હોય કે હું કોઈને ચલાવી દઉં કે કોઈને ચલાવી દીધા તો આવો ખોટો વહેમ હોય તો મગજ માં થી કાઢી નાખવો જોવે કરણ મારા પ્રભુની ઈચ્છા વગર અહીં કોઈના થી એક શ્વાસના લેવાય આ બધાનું પોતાના કર્મ શ્રદ્ધા વિશ્વાસ પુણ્ય અને પ્રભુ કૃપા થી ચાલે છે એ ધારે ત્યારે રાજા ને રંક અને રંકને રાજા બનાવી દે દાખલો સામે છે ખોટો વહેમ લઈને ના ફરવું ✍️ લલિત દવે હરિ હરની મરજી 🙏 મહાદેવ હર”

Niraj Patel