અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા કુણાલ કોડિયાએ તેની બહેનને આપ્યુ હતુ એવું વચન કે જાણી તમે પણ તમારી આંખમાંથી આંસુ વહેતા નહિ રોકી શકો

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં મૃત્યુ પામેલા કુણાલે બહેનને વચન આપ્યું હતું કે- રક્ષાબંધન પર આવીશ; પણ અફસોસ કે….તમારી આંખમાંથી આંસુ વહેતા નહિ રોકી શકો

અમદાવાદમાંથી હાલમાં જ 19 તારીખની મધરાતે ખૂબ જ ભયાનક અકસ્માતના સમાચાર આવ્યા, જેમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. ત્યારે આ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોમાં 2 પોલિસકર્મી અને 1 હોમગાર્ડ જવાન સહિત યુવાનો પણ સામેલ છે. આ એક્સીડન્ટમાં બોટાદના ત્રણ યુવાનોના મોત થયા છે, જેમના મૃતદેહો વતન પહોંચતાની સાથે જ પરિવારમાં રોકકડ મચી ગઇ હતી અને પરિવારે પોક મૂકી હતી.

કુણાલના બેસણામાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લોકો
ત્યારે આ ત્રણ યુવકોમાં કુણાલ કોડિયા પણ સામેલ છે. કુણાલ કોડીયા અમદાવાદ ખાતે અભ્યાસ કરતો હતો અને તે PGમાં રહેતો હતો. ગઇકાલે કુણાલના વતન તેનો મૃતદેહ લઇ જવામાં આવ્યો અને તે પછી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે આજે કુણાલનું બેસણું રાખવામાં આવ્યું હતું. બેસણામાં મોટી સંખ્યામાં પરિવારજનો સહિત સગાસંબંધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

બહેને કહ્યુ- ભાઇ આવતો ત્યારે હગ કરતો 
આ દરમિયાન પણ સૌ કોઈની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. આ ઉપરાંત માતા અને બહેનનું હૈયાફાટ રુદન જોઇ કોઇનું પણ હૈયુ કંપી જાય તેના દ્રશ્યો હતો. કુણાલની બહેન વૈશાલીએ જણાવ્યુ કે જ્યારે તેનો ભાઇ આવતો ત્યારે તેને હગ કરતો એટલે કે ગળે મળતો અને કહેતો કે, તારી આંખમાં ક્યારે આંસુ નહીં આવા દઉં. પણ તે મને રડાવીને જતો રહ્યો. તેણે મને કહ્યુ હતું કે, રક્ષાબંધન પર તને મળવા આવીશ.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

રક્ષાબંધન પર તને મળવા આવીશ
મારી રક્ષાબંધન ક્યાં ગઈ ? કુણાલની બહેને આગળ કહ્યુ- આરોપીને ફાંસીની સજા થવી જોઈએ, જેથી કોઇ પરિવાર સાથે આવું ન થાય. વધુમાં તેણે જણાવ્યુ કે તેનો ભાઈ હવે તેમની વચ્ચે નથી રહ્યો અને આનું હંમેશા તેને દુઃખ રહેશે. આ ઉપરાંત પણ તેણે કહ્યું કે, તેનો જન્મ દિવસ ગયો ત્યારે તેણે કહ્યુ હતુ કે રક્ષાબંધન પર તારી ગિફ્ટ આપીશ.

Shah Jina