બોલિવુડની મશહૂર અભિનેત્રીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કાકાએ 17 વર્ષની ઉંમરે મારા ડ્રેસમાં હાથ નાખ્યો, મારા સાથળ પર….

‘સેક્રેડ ગેમ્સ’ વાળી કુબ્રા સૈત સાથે 17 વર્ષની ઉંમરમાં થયુ હતુ યૌન શોષણ, બોલી- અંકલે મારી થાઇન પર હાથ ફેરવી જબરદસ્તી કરી કિસ

અઢી વર્ષ સુધી એક નજીકના વ્યક્તિએ કર્યુ મારુ યૌન શોષણ, અભિનેત્રી કુબ્રા સૈતે કર્યો ચોંકાવનારો ખુલાસો

નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ની સ્ટાર કુબ્રા સૈતે આ સિરીઝમાં કુકુની ભૂમિકા ભજવી હતી. કુબ્રા આ સિરીઝના કારણે જાણીતી બની હતી. કુબ્રા સૈતે હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેનું બાળપણમાં જ યૌન શોષણ થયું હતું. તેના કાકાએ તેના પર લગભગ બેથી અઢી વર્ષ સુધી યૌન શોષણ કર્યું હતુ. અભિનેત્રીએ આ દર્દનાક કિસ્સો તેના પુસ્તક ‘ઓપન બુક’માં શેર કર્યો છે. આ સિવાય તેણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના બ્લોગમાં પણ આ ઘટના શેર કરી હતી.’સેક્રેડ ગેમ્સ’ ફેમ કુબ્રા સૈતે તેના પુસ્તક ‘ઓપન બુક’માં જીવનની પીડા વર્ણવી છે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કુબ્રા સૈતે કહ્યુ કે 17 વર્ષની ઉંમરે તેનું યૌન શોષણ થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kubbra Sait (@kubbrasait)

આ ગંદું કામ કોઈ અજાણી વ્યક્તિએ નહીં, પણ તેના જ કાકાએ કર્યું હતું. જે વિચારીને આજે પણ કુબરા ડરી જાય છે. જીવનના ખરાબ તબક્કા વિશે વાત કરતા કુબ્રાએ લખ્યું કે એકવાર તે તેના માતા-પિતા અને ભાઈ સાથે બેંગ્લોરની એક રેસ્ટોરન્ટમાં ગઈ હતી. આ રેસ્ટોરન્ટમાં તે એક વ્યક્તિને મળી જેણે પ્રેમથી તેના પરિવારને ખૂબ સારવાર આપી. ક્ષણભરની મુલાકાત ધીમે ધીમે ગાઢ સંબંધમાં પરિવર્તિત થવા લાગી અને તે વ્યક્તિ તેના ઘરનો એક ભાગ બની ગઈ. કુબ્રા તે વ્યક્તિને અંકલ કહેતી હતી, પરંતુ તેનો ઈરાદો સારો નહોતો. એટલા માટે તે વ્યક્તિએ અભિનેત્રીને કહ્યુ કે તે તેને અંકલ નહિ પરંતુ એક્સ કહે.

 

View this post on Instagram

 

A post shared by Kubbra Sait (@kubbrasait)

કુબ્રા આ વાત પર ખૂબ હસી. તેનો ભાઈ પણ તે વ્યક્તિની મજાક ઉડાવતો હતો. કુબ્રા અને તેના પરિવારને બિલકુલ ખ્યાલ ન હતો કે તે વ્યક્તિ જેને તેઓ આટલો પ્રેમ અને સન્માન આપી રહ્યા છે તે જ એક દિવસ તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવશે. અગ્નિપરીક્ષાનું વર્ણન કરતી વખતે કુબ્રા કહે છે કે થોડા વર્ષો પહેલા તેનો પરિવાર પાઇ-પાઇનો મોહતાજ થઇ ગયો હતો. તે વ્યક્તિએ મુશ્કેલ સમયમાં તેમની મદદ કરી, પરંતુ તેણે તેની મોટી કિંમત ચૂકવવી પડી. અભિનેત્રીના પરિવારની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક દિવસ તે વ્યક્તિએ એવું કારનામું કર્યું, જેના વિશે વિચારીને કોઈપણ છોકરી ડરી જશે.

 

View this post on Instagram

 

A post shared by Kubbra Sait (@kubbrasait)

તે દર્દનાક દિવસનો ઉલ્લેખ કરતા કુબ્રાએ કહ્યું કે અમે બધા કારમાં બેઠા હતા અને તે વ્યક્તિએ મારા ડ્રેસમાં હાથ નાખ્યો. મારી થાઈ પર હાથ ફેરવાવ લાગ્યો. અભિનેત્રી કહે છે કે આ બધું જોઈને હું ચોંકી ગઈ હતી. હું સમજી શકતી ન હતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. કુબ્રાએ કહ્યું કે તે વ્યક્તિની હિંમત એટલી વધી ગઈ હતી કે તે મારી માતાની સામે મારા ગાલ પર કિસ કરતો હતો. આ દરમિયાન અભિનેત્રીના ઘરની પરેશાનીઓ વધવા લાગી. તેના માતા-પિતા વચ્ચે પણ કંઈ બરાબર નહોતું.

પોતાની જાતને મુશ્કેલીમાં જોતા કુબ્રાએ તે વ્યક્તિની મદદ માંગી. પછી શું તે ખરાબ ઈરાદાવાળા વ્યક્તિએ માસૂમ કુબ્રાને મદદ કરવાને બદલે હોટેલમાં બોલાવી હતી. ઘર બચાવવા માટે કુબ્રાએ તે વ્યક્તિનુ કહ્યુ કરવાનું શરૂ કર્યું. હોટેલમાં, વ્યક્તિએ કુબ્રાની સામે પેન્ટ ખોલ્યું અને આમ અભિનેત્રીએ તેની વર્જિનિટી ગુમાવી દીધી. તે માણસ પરિણીત હતો અને તેને એક બાળક પણ હતું. કુબ્રા ભૂતકાળને યાદ કરવા માંગતી નથી, પરંતુ કેટલીક પીડા ક્યારેય ભૂલાતી નથી. More Power To You Girl!

Shah Jina