આલિયા ભટ્ટ, વિરાટ કોહલી અને અનુષ્કાને આ અભિનેતાએ કહ્યુ એવુ કે… તમારી ઓકાત છે દાન કરવાની તો…

આલિયા ભટ્ટ અને વિરાટ કોહલી પર ભડક્યા બોલિવુડ અભિનેતા, કહ્યુ- દાન કરવા માટે લોકો પાસે ભીખ કેમ માંગો છો ?

કોરોના વાયરસની બીજી લહેરે સમગ્ર દેશને ઘમરોળી નાખ્યુ છે. જો કે, કેટલાક દિવસોથી કોરોનાના મામલા થોડા ઓછા નોંધાઇ રહ્યા છે.

Image source

ત્યાં કોરોના કાળમાં લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં કેટલાક સ્ટાર્સ જરૂરિયાતમંદ લોકો માટે આગળ આવી રહ્યા છે. ઘણા લોકો તેમનાથી બનતી કોશિશ કરી રહ્યા છે. કેટલાક સ્ટાર્સ પણ આવી મુશ્કેલીમાં આગળ આવી લોકોની મદદ કરી રહ્યા છે.

એક તરફ જયાં બોલિવુડ અભિનેતા સોનુ સૂદ છેલ્લા વર્ષથી લોકોની મદદ કરી રહ્યો છે ત્યારે અક્ષય કુમાર પણ મદદ માટે આગળ આવ્યા છે. સાથે જ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માએ દેશની મદદ માટે અભિયાન ચલાવ્યુ છે.

હાલમાં જ એવી ખબર સામે આવી હતી કે વિરાટ કોહલી અને અનુષ્કાએ 11 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. આ સાથે જ આલિયા ભટ્ટ પણ સોશિયલ મીડિયા પર સતત તેના સાથે જોડાયેલ જાણકારી લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહી છે.

એવામાં અભિનેતા રાશિદ ખાને એક ટ્વીટ કરી છે, જેમાં લખ્યુ છે કે, અમિતાભ બચ્ચન સર તમે 100 ટકા સાચા છો, જો તમારી ઓકાત છે દાન કરવાની તો કરો નહિ તો ચૂપચાપ બેસો. દાન કરવા માટે લોકો પાસે ભીખ કેમ માંગો છો ? આલિયા ભટ્ટ અને વિરાટ કોહલી કંઇ સમજ આવ્યુ ? જો કે તેમનું આ ટ્વીટ લોકોને પસંદ નથી આવ્યુ.

તમને જણાવી દઇએ કે, અનુષ્કા અને વિરાટે 7 કરોડ એકઠા કરવાનું લક્ષય બનાવ્યુ હતુ પરંતુ તેનાથી ઘણા વધારે રૂપિયા જમા થઇ ગયા છે. ત્યાં જ બીજી બાજુ આલિયા ભટ્ટ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સતત કામ કરી રહી છે.

Shah Jina