સૂટ-સાડી છોડી સીધી જ ટૂંકી ચડ્ડીમાં આવી ગઇ ‘આદિપુરુષ’ની સીતા ક્રિતી સેનન, આ આઉટફિટમાં જોઇ લોકો બોલ્યા- કમાલનું પરિવર્તન છે..

આઇલા ! ક્રિતી સેનને કરી માં સીતાની બેઇજ્જતી ? લોકોનો ફૂટ્યો ગુસ્સો- જુઓ તસવીરો

Kriti Sanon Trolled : આદિપુરુષ ફિલ્મ રિલીઝ થયા બાદથી જ ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મ વિશે દરેક વખતે એવા સમાચાર બહાર આવે છે જે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે. ફિલ્મ સતત હેડલાઇન્સ બનાવી રહી છે પરંતુ યોગ્ય કારણોસર નહિ. સામાન્ય માણસથી લઈને બોલિવૂડ સ્ટાર્સે પણ આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે.

મુકેશ ખન્ના, દીપિકા ચિખલિયા અને ગજેન્દ્ર ચૌહાણ જેવા અન્ય કલાકારોએ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉતની ટીકા કરી છે. આવી સ્થિતિમાં, ફિલ્મની અભિનેત્રી ક્રિતી સેનન તાજેતરમાં શોર્ટ્સ પહેરીને જોવા મળી હતી. આ દરમિયાન તેને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. જે બાદ લોકોએ તેને જોરદાર ટ્રોલ કરવાનું શરૂ કર્યું. ફિલ્મના વધતા વિવાદને કારણે બોક્સ ઓફિસ પર તેની કમાણી ઢીલી પડી ગઈ છે. ક્રિતી સેનન આદિપુરુષમાં સીતાના રોલમાં છે,

જ્યારે પ્રભાસ રામના રોલમાં છે અને સૈફ અલી ખાન રાવણના રોલમાં છે. આવી સ્થિતિમાં રામાયણની અભિનેત્રી દીપિકા ચીખલિયાએ તાજેતરમાં ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે આજકાલના કલાકારો પાત્રમાં પ્રવેશતા નથી કે ભાવનાઓને સમજતા નથી. તેણે સેનન વિશે પણ વાત કરી અને કહ્યું કે આજની અભિનેત્રીઓ પ્રોજેક્ટ પૂરો થયા પછી તે રોલની પરવા કરતી નથી. આવી સ્થિતિમાં, જ્યારે લોકોએ ક્રિતીને શોર્ટ્સમાં જોઇ ત્યારે તેમણે અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર કૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયો પર જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, “સીતાનો લુક ખૂબ જ ઝડપથી ઉતરી ગયો”, જ્યારે બીજાએ કોમેન્ટ કરતા લખ્યું કે, “સીતા માતાની ભૂમિકા ભજવ્યા પછી તેણે પોતાનું સન્માન પણ ગુમાવ્યું.” આ ઉપરાંત એકે કમેન્ટ કરી કમાલનું પરિવર્તન છે. જો અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ ગણપતમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina