...
   

ફિલ્મ ‘આદિપુરુષ’માં રાવણની પત્ની મંદોદરી બની આ ગ્લેમરસ એક્ટ્રેસ, જોરદાર ટાઈટ ફિગર છે જુઓ બસ એકવાર…

Adipurushમાં રાવણની પત્ની મંદોદરી બની આ સાઉથ એક્ટ્રેસ,ફિગર જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઇ જશે….

પ્રભાસ-ક્રિતી સેનન સ્ટારર અને ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘આદિપુરુષ’ અનેક કારણોસર ચર્ચામાં છે. આ ફિલ્મના પાત્રો, ડાયલોગ્સ અને VFXને લઇને લોકો ખૂબ ટ્રોલ કરી રહ્યા છે અને કેટલીક જગ્યાએ તો લોકો ફિલ્મને બેન કરવાની પણ માંગ કરી રહ્યા છે. ફિલ્મમાં પ્રભાસ, ક્રિતી સેનન, સની સિંહ, દેવદત્ત નાગ અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં છે. પણ આ સિવાય ફિલ્મમાં ઘણા સહાયક કલાકારો છે,

આ બધાની વચ્ચે એક અભિનેત્રી એવી છે જે ફિલ્મમાં માત્ર 2 મિનિટ માટે જ જોવા મળી અને તેના માટે તેણે તગડી ફી વસૂલી છે. જન્નત ગર્લ સોનલ ચૌહાણ આદિપુરુષ ફિલ્મમાં લંકાપતિ રાવણની પત્ની મંદોદરીના રોલમાં જોવા મળી છે. ફિલ્મમાં સોનલનું પાત્ર ખૂબ નાનું છે અને તે ભાગ્યે જ 2-5 મિનિટ સ્ક્રીન પર દેખાય છે. જો કે તેમ છત્તાં પણ તેને તગડી ફી મળી છે.

સ્કૂપ હૂપના અહેવાલ અનુસાર, સોનલ ચૌહાણે આદિપુરુષ માટે 1.5 કરોડ રૂપિયાની ફી લીધી છે. સોનલ ચૌહાણે ફિલ્મમાં તેના પાત્રથી ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. ઓછા સંવાદો હોવા છતાં સોનલે પોતાના અભિવ્યક્તિઓથી લોકોના દિલ જીતી લીધા. આદિપુરુષને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, જ્યાં કેટલાક લોકોને ફિલ્મ ખૂબ પસંદ આવી તો કેટલાક ફિલ્મના ડાયલોગ્સ અને કેટલાક દ્રશ્યો પર વાંધો ઉઠાવી રહ્યા છે.

સોનલ ચૌહાણની ફિલ્મમાં હાજરી તેના ચાહકો માટે કોઈ સરપ્રાઈઝથી ઓછી નથી. હિમેશ રેશમિયાની ‘આપ કા સુરૂર’માં નાના રોલમાં જોવા મળેલી સોનલને મુકેશ ભટ્ટની ફિલ્મ ‘જન્નત’થી મોટો બ્રેક મળ્યો હતો. આ ફિલ્મમાં તે અભિનેતા ઈમરાન હાશ્મી સાથે જોવા મળી હતી.

આ ફિલ્મ સિવાય તેણે ‘બુઢા હોગા તેરા બાપ’ અને ‘પલટન’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.સોનલ ચૌહાણ મોટાભાગે સાઉથની ફિલ્મોમાં કામ કરે છે અને ફિલ્મ ‘આદિપુરુષ’માં મળેલી આ તકને લઈને તે ખૂબ જ ઉત્સાહિત હતી. ફિલ્મમાં સોનલ ખૂબ જ સુંદર લાગી રહી છે. સોનલ ચૌહાણની ફી સિવાય બાકીના કલાકારોની ફીસની વાત કરીએ તો,

લક્ષ્મણની મહત્વની ભૂમિકા ભજવનાર સની સિંહને 1.5 કરોડ, તો સૈફ અલી ખાનને 12-15 કરોડ રૂપિયા મળ્યા છે. અહેવાલો અનુસાર પ્રભાસે આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયાની તગડી ફી વસૂલી છે. ત્યાં જાનકીની ભૂમિકા ભજવનાર કૃતિ સેનનને લગભગ 5-10 કરોડ ફી મળી છે.

Shah Jina