28 વર્ષની યુવતિએ કર્યા તેના દાદાની ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન, જુઓ
કહેવાય છે કે જોડીએ ઉપરથી બનીને આવે છે. દુલ્હા અને દુલ્હનની જોડી સારી હોય તો મહેમાનો આવું કહેતા જોવા મળે છે. જો કે, આજકાલ સોશિયલ મીડિયા પર એક અજીબ લગ્નની ચર્ચા થઇ છે, જેને જોયા પછી લોકો એ માનવા તૈયાર જ નથી કે તેઓ દુલ્હા-દુલ્હન છે. વધારે લોકો એવું કહી રહ્યા છે કે તે દાદા-પૌત્રી છે.
આજકાલ એક અલગ જ ટ્રેન્ડ શરૂ થયો છે, છોકરીઓ તેમના દાદાની ઉંમરના વ્યક્તિ સાથે પણ લગ્ન કરી રહી છે. આપણા દેશમાં પણ આવા કિસ્સાઓ બને છે, જો કે વિદેશોમાં આવું અવારનવાર જોવા મળે છે. આવું જ હાલમાં સામે આવ્યુ. એક કપલ લગ્ન કરવા માટે ભારત આવ્યું હતું.
એક સુંદર દુલ્હન કે જેણે રેડ લહેંગો કેરી કર્યો છે તેની સાથે દાદાની ઉંમરનો એક વ્યક્તિ ક્રીમ શેરવાની અને રેડ દુપટ્ટામાં જોવા મળે છે. આ કપલને જોઇ એક યુઝરે લખ્યું- અમીર બનવાની નિન્જા ટેકનિક. તો અન્ય એક યુઝરે લખ્યું- છોકરી બહુ ચાલાક છે બ્રો!