ગુજરાતી માટે ભાવતા ભોજનિયાં લઈને આવી ગઈ આ હોટલની ત્રીજી બ્રાન્ચ, હવે સ્વાદનો ચટાકો માણવા નહિ જવું પડે દૂર – ક્રિષ્ના કાઠિયાવાડી ઢાબા

ગુજરાતીઓ ખાણીપીણીના ખુબ જ શોખીન હોય છે, ક્યાંય પણ બહાર જાય ત્યારે સારું સારું જમવાનું ચોક્કસ જમતા હોય છે. પરંતુ હંમેશા એક વસ્તુ ગુજરાતીઓ દરેક જગ્યાએ જોતા હોય છે, કે સ્વાદિષ્ટ, સસ્તું અને સ્વાસ્થ્યને નુકશાન ના પહોંચાડે એવું જમવાનું ક્યાં મળે ? બરાબર ને ? ત્યારે આવું જમવાનું શોધવું પણ ખુબ જ મુશ્કેલ છે.

પરંતુ આવુજ ગુણવત્તા યુક્ત ભોજન ક્રિષ્ના કાઠિયાવાડી છેલ્લા ઘણા વર્ષોથી આપી રહી છે. તમે જયારે સ્ટેચ્યુ ઓફી યુનિટીની મુલાકાતે ગયા હશો ત્યારે કેવડિયા પહોંચવાના 2 કિલોમીટર પહેલા જ ક્રિષ્ના કાઠિયાવાડી હોટલ આવી જાય છે અને ઘણા ગુજરાતીઓ ત્યાં મન ભરીને જમવાનો આસ્વાદ માણતા હોય છે.

ક્રિષ્ના કાઠિયાવાડી હોટલની બીજી બ્રાન્ચ પણ બોડેલીમાં આવેલી છે, ત્યારે હવે ક્રિષ્ના કાઠિયાવાડીનું નવલું નજરાણું આણંદ પાસે પણ ખુલી ગયું છે. શરદ પૂર્ણિમાના પાવન દિવસે આણંદ નજીક વાસદ-બોરસદ પાસે આવેલા અંબાવમાં ક્રિષ્ના કાઠિયાવાડી હોટલનું ખુબ જ ધામધૂમથી ઓપનિંગ કરવામાં આવ્યું.

આ ઉપરાંત અંબિકા પેટ્રોલિયમનો પણ શુભારંભ કરવામાં આવ્યો. આ ઓપનિંગમાં ડાયરાની રમઝટ જોવા મળી હતી, જેમાં ગુજરાતના ખ્યાતનામ ગાયકો આર.બી. પટેલ, સોનલ પટેલ, બંસરી સુતરીયા, નલિન મહેતા મુંબઈથી તેમજ અશોક પટેલ અને હાસ્ય કલાકાર ઘનશ્યામ કળથિયા સુરતથી આવીને ડાયરાની રમઝટ જમાવી હતી અને આ ડાયરો જોવા માટે આસપાસના 10-12 જેટલા ગામના લોકો ઉમટી પડ્યા હતા.

આ હોટલની ખાસિયત એ છે કે અહીંયા તમને શુદ્ધ અને સાત્વિક ગુજરાતી, પંજાબી, કાઠિયાવાડી જમવાનું તેમજ રાજસ્થાની દાળબાટીનો સ્વાદ માણવા મળે છે અને તે પણ ખુબ જ સામાન્ય કિંમતમાં. તો તમે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી, બોડેલી અને આણંદ પાસે અંબાવ તરફ જાઓ તો ક્રિષ્ના કાઠિયાવાડીનો ચટાકેદાર સ્વાદ માણવાનું ભૂલતા નહિ…

સ્થળ: ક્રિષ્ના કાઠિયાવાડી ધાબા, શ્રી અંબિકા પેટ્રોલિયમ, વાસદ-આસોદર બોરસદ હાઇવે, મુ. અંબાવ, 9909598326, 9429453956

Niraj Patel