Jamnagar school fire : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો વધી રહ્યો છે અને આ ગરમીના કારણે આગ લાગવાની પણ ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, રાજકોટના TRB ગેમઝોનમાં થયેલી ઘટના સાંભળીને આજે પણ રૂંવાડા ઉભા થઇ જાય, કારણ કે આ ઘટના એ કેટલાય માસુમ લોકોના જીવ લીધા હતા,
ત્યારે આવી જ એક એક ઘટના જામનગરની સ્કૂલમાં બનતા બનતા અટકી ગઈ હતી, જેમાં સ્કૂલમાં આગ લાગતા જ શિક્ષકોએ સમજદારી પૂર્વક બાળકોના જીવ બચાવ્યા. આ ઘટના સામે આવી કે જામનગરમાં આવેલ મોદી સ્કૂલમાંથી. જ્યાં આગ લગાવાની દુર્ઘટના બની હતી, જેમાં આજે સવારે ચાલુ શાળા દરમિયાન જ 9.30 કલાકની આસપાસ શાળા પરિસરમાં આવેલા ઇલેક્ટ્રિક પેનલમાં અચાનક આગ લાગી ગઈ હતી,
જેના બાદ શાળાના સ્ટાફ દ્વારા સમય સુચકતા દાખવીને તમામ વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા, એને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવતા બાળકો, વાલીઓ અને શાળાના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક તપાસ અનુસાર ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લગાવાની ઘટના બની હતી, સારી બાબત એ રહી કે આ દુર્ઘટનમાં કોઈ જણ હાનિ કે કોઈને ઇજા થઇ નથી.
સમયસર આગ પર કાબુ મળેવી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફાયર ફાયટરની ટીમને પણ જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ ઘટનામાં સારી વાત એ હતી કે શાળામાં ફાયર સેફટીના સાધનો પણ હતા અને સ્ટાફ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણતા હતા, જેનાથી આગ પર કાબુ મેળવી લેવાયો.
આ ઘટનાને લઈને શાળાના સ્ટાફે જણાવ્યુ હતુ કે “ઇલેક્ટ્રિક પેનલમાં થોડી આગ અને સ્પાર્ક જેવું લાગતા અમે વિદ્યાર્થીઓ અને સ્ટાફને શાળાની બહાર લાવી દીધા હતા. આ દરમિયાન અમે લોકોએ ફાયરના સાધનોથી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ફાયરની ટીમ આવે તે પહેલા અમે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને બહાર લાવી દીધા હતા.”