એર ઇન્ડિયાની મોટી બેદરકારી ! પેસેન્જરને આપવામાં આવેલા ખાવામાં આવી બ્લેડ, એર ઇન્ડિયાએ પેસેન્જરને આપી ખાસ સ્કીમ.. પેસેન્જરે જે કર્યું તે તમારા હોશ ઉડાવી દેશે
Metal Blade in food Air India Flight : આપણે ત્યાં ઘણા લોકો હોટલમાં જવામાં માટે જતા હોય છે ત્યાં તેમને ઘણીવાર કડવા અનુભવ થતા હોય છે, તેમના જમવામાં વાળ આવી જવા કે પછી કોઈ જીવાત નીકળવા જેવી ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે જેને ચકચારી મચાવી દીધી છે, જેમાં એર ઈન્ડિયાની ફ્લાઈટના ખાદ્યપદાર્થોમાં બ્લેડ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે આઈસ્ક્રીમમાં આંગળીઓ અને કાનખજુરોના કિસ્સાઓ પહેલાથી જ સમાચારોમાં છે.
બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી ફ્લાઈટ (AI 175)માં એક મુસાફરે ખોરાકમાં બ્લેડ મળ્યાની ફરિયાદ કરી હતી અને એર ઈન્ડિયાએ પણ બ્લેડ જેવી વસ્તુઓ હોવાનું સ્વીકાર્યું છે. હવે એર કંપની તેની તપાસ કરી રહી છે. આ ઘટના 9 જૂને બની હતી, જ્યારે મેથર્સ પોલ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યો હતો અને તેના ખોરાકમાંથી બ્લેડનો ટુકડો મળી આવ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર આ સમગ્ર મામલાની માહિતી આપી છે.
પોલે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેને એર ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી ચાટમાં આ ટુકડો મળ્યો હતો. જ્યારે પેસેન્જરે તેને થોડીવાર ચાવ્યું તો તેને પહેલા લાગ્યું કે તે તેના ખોરાકનો ભાગ છે પરંતુ જ્યારે તેણે તેને બહાર કાઢ્યો ત્યારે તેને ખબર પડી કે તે બ્લેડ છે. તેણે કહ્યું કે આ પછી ફ્લાઈટ એટેન્ડન્ટે પણ તેની માફી માંગી અને ફૂડ બદલી નાખ્યું. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘એર ઈન્ડિયાનું ભોજન છરીની જેમ કાપી શકે છે. તેના શેકેલા શક્કરીયા અને અંજીર ચાટમાં ધાતુનો ટુકડો હતો, જે બ્લેડ જેવો દેખાતો હતો. જ્યારે તે ખોરાક સાથે મોંમાં પ્રવેશ્યું ત્યારે તે પ્રકાશમાં આવ્યું હતું. સદનસીબે કોઈ નુકસાન થયું ન હતું.
પેસેન્જર પોલ કહે છે, પ્રથમ તો કોઈપણ ફ્લાઈટમાં બ્લેડ રાખવું જોખમી છે અને બીજું તે મારી જીભ કાપી શકે છે. ત્રીજું, જો કોઈ બાળક આ ખોરાક ખાતો હોત તો શું થયું હોત. તે જ સમયે, પોલે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ ઘટનાના થોડા દિવસો પછી એર ઈન્ડિયાએ તેમને એક પત્ર લખ્યો હતો અને વળતર તરીકે વિશ્વમાં ક્યાંય પણ મફત બિઝનેસ ક્લાસ મુસાફરી કરવા માટે કહ્યું હતું, પરંતુ તેણે આ ઓફરને નકારી કાઢી હતી. મુસાફર કહે છે કે આ લાંચ છે અને હું સ્વીકારતો નથી.
Air India food can cut like a knife. Hiding in its roasted sweet potato and fig chaat was a metal piece that looked like a blade. I got a feel of it only after chewing the grub for a few seconds. Thankfully, no harm was done. Of course, the blame squarely lies with Air India’s… pic.twitter.com/NNBN3ux28S
— Mathures Paul (@MathuresP) June 10, 2024
હવે એર ઈન્ડિયાએ પુષ્ટિ કરી છે કે ભોજનમાં મેટલ જેવી વસ્તુ મળી આવી હતી. એર ઈન્ડિયાના એક અધિકારી કહે છે, ‘અમે તપાસ કરી છે અને આ વસ્તુને અમારા કેટરિંગ પાર્ટનર દ્વારા ઉપયોગમાં લેવાતા વેજીટેબલ પ્રોસેસિંગ મશીનના ભાગ તરીકે ઓળખવામાં આવી છે. અમે સલામતીનાં પગલાંને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છીએ, જેમાં શાકભાજીની લણણી કર્યા પછી તેનું કડક નિરીક્ષણ સામેલ છે.