દુઃખદ: ભારતીય બે યુવતિઓ પર લંડનમાં ચાકુથી હુમલો, એકનું મોત, વાંચો શું છે આખો મામલો

ચેતી જજો વિદેશ જવા વાળા, ભારતીય દીકરીની લંડનના વેમ્બલીમાં હત્યા થઇ, હાઇ એજ્યુકેશન માટે ગઇ હતી વિદેશ

Hyderabad Kontham Tejaswini : આજકાલ લોકોને વિદેશ જવાનું ઘણુ ઘેલુ લાગ્યુ છે, કેટલાક લોકો તો કોઇપણ ભોગે બસ વિદેશ પહોંચવા માગતા હોય છે. જો કે, ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે તે હાઇપર એજ્યુકેશન માટે વિદેશ જતા હોય છે. પણ છેલ્લા ઘણા સમયથી વિદેશમાંથી ઘણી એવી ઘટનાઓ સામે આવી છે, જેમાં ગુજરાતીઓ કે ભારતીયો સાથે લૂંટ કે પછી તેમની હત્યાના કિસ્સા બને છે. ત્યારે હાલમાં લંડનના વેમ્બલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

હૈદરાબાદથી ઉચ્ચ અભ્યાસ માટે ગયેલી 27 વર્ષીય વિદ્યાર્થીનીને તેના બ્રાઝિલિયન ફ્લેટમેટે ચાકુ મારીને હત્યા કરી દીધી. મૃતકની ઓળખ તેજસ્વિની રેડ્ડી તરીકે થઈ છે. તેજસ્વિની ગયા વર્ષે માર્ચમાં તેની માસ્ટર્સ ડિગ્રી મેળવવા લંડન ગઈ હતી. મેટ્રોપોલિટન પોલીસ અનુસાર, 28 વર્ષની બીજી વિદ્યાર્થીનીને પણ છરીના ઘા મારવામાં આવ્યા હતા અને તે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ ઘટના વેમ્બલીના નિલ્ડ ક્રિસેન્ટમાં બની હતી.

ત્યાં તેજસ્વિનીના પિતરાઈ ભાઈએ જણાવ્યું કે તેજસ્વિની લંડનના વેમ્બલીમાં નીલ્ડ ક્રિસન્ટ વિસ્તારમાં કેટલાક અન્ય વિદ્યાર્થીઓ સાથે રહેતી હતી. લગભગ એક અઠવાડિયા પહેલા બ્રાઝિલનો આરોપી યુવક ત્યાં શિફ્ટ થયો હતો. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે આ કેસમાં ઘટનાસ્થળેથી 24 વર્ષીય પુરુષ અને 23 વર્ષની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા યુવકની પૂછપરછ હજુ ચાલુ છે જ્યારે મહિલાને આગળની કાર્યવાહી કર્યા વિના છોડી દેવામાં આવી છે.

આ પછી આ કેસમાં અન્ય 23 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી. એટલે કે આ સમગ્ર કેસમાં કુલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટીવ ચીફ ઈન્સ્પેક્ટરે કહ્યું કે, “આ કેસની ઝડપથી તપાસ કરવાની જરૂર છે. તેમણે બ્રાઝિલિયન વ્યક્તિ વિશે માહિતી આપવા બદલ જનતાનો પણ આભાર માન્યો. તેમણે કહ્યું કે તે હવે કસ્ટડીમાં છે. હું સમજું છું કે લોકો કેવા પ્રકારની ચિંતાઓ કરશે તે હું કલ્પના કરી શકું છું.

આખી ટીમ આ હત્યા કેસની તપાસમાં લાગેલી છે. અમે મામલાની ગંભીરતા સમજીએ છીએ. હું લોકોને ખાતરી આપવા માંગુ છું કે આ મામલાની તપાસ કરવા માટે ડિટેક્ટીવ્સની એક સમર્પિત ટીમ બનાવવામાં આવી છે. જણાવી દઇએ કે, આ ઘટનાની જાણ થયા બાદ હૈદરાબાદમાં તેજસ્વિનીના પરિવારમાં શોકની માહોલ છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના 13 જૂનના રોજ બની હતી. લંડન એમ્બ્યુલન્સને સવારે 9.59 વાગ્યા આસપાસ ફોન આવ્યો કે બે મહિલાઓ લોહીલુહાણ હાલતમાં પડેલી છે, જો કે, માહિતી મળતા જ એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, આ દરમિયાન તેજસ્વિનીનું મોત થયુ હતુ જ્યારે અન્ય એક પીડિતાને ઉત્તર લંડનની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી.

Shah Jina