જ્યોતિષ શાસ્ત્ર

નામનો પહેલો અક્ષર જણાવશે કે કેવો છે તમારા પાર્ટનરનો સ્વભાવ અને કેવી રહેશે તમારી લવ લાઈફ

જ્યોતિષ શાસ્ત્ર એક એવી વિદ્યા છે કે જેના દ્વારા કોઈપણ વ્યક્તિના જીવન વિશે જાણી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમારા નામનો પહેલો અક્ષર તમારી પ્રકૃતિ, તમારી પસંદ-નાપસંદ, તમારા વલણ વિશે દર્શાવે છે, સાથે જ એ પણ દર્શાવે છે કે તમારી લવ લાઈફ કેવી રહેશે. તમારા નામનો પહેલો અક્ષર બતાવે છે કે તમે તમારા જીવનમાં કયા પ્રકારનું જીવનસાથી ઈચ્છો છો અને પ્રેમ પ્રત્યે તમારું વલણ કેવું છે. આજે અમે તમને A થી Z સુધીના લોકોની લવ લાઈફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ –

Image Source

A – જે લોકોના નામ એ અક્ષરથી શરુ થાય છે એ લોકોને બનાવટી પ્રેમ પસંદ નથી અને તેઓ પોતાના પ્રેમને મેળવવા માટે સીધો જ એપ્રોચ કરે છે. આ લોકો સાધારણ જીવન પસંદ કરે છે અને જો આમને કોઈ ફ્લર્ટ પાર્ટનર મળી જાય તો તેમની લવ લાઈફ ખરાબ થઇ જાય છે.

B – જેમનું નામ બી અક્ષરથી શરુ થાય છે એ લોકો વધુ રોમેન્ટિક નથી હોતા પણ રોમાન્સ આમને પસંદ હોય છે. કોઈ આમના માટે રોમેન્ટિક ડેટ પ્લાન કરે કે કોઈ સારી જગ્યા પર લઇ જાય કે એમની સાથે થોડું ફ્લર્ટ કરે તો તેમને ખૂબ જ ગમે છે.

C – લોકોને મળવું, વાતો કરવું, નવા-નવા મિત્રો બનાવવા આમને પસંદ છે. જો આ વ્યક્તિ સાથે સંબંધ બનાવવાની તક મળે તો વધુ વિચારવું નહીં. એમને પોતાના પાર્ટનરની ધ્યાન રાખવું અને તેમની જરૂરતો પર ધ્યાન આપવું સારી રીતે આવડે છે.

D – જેમના નામ ડી અક્ષરથી શરુ થાય છે એવા લોકો પોતાન અપાર્ટનરનું ધ્યાન રાખે છે. આ લોકો ઓછા રોમેન્ટિક હોય છે પણ પોતાના પાર્ટનરને ક્યારેય આ મહેસૂસ થવા નથી દેતા. પોતાના પાર્ટનરને કોઈ વાતનું ઓછું નથી આવવા દેતા.

Image Source

E – આ અક્ષરથી શરુ થતા નામવાળા લોકો ખૂબ જ ફ્લર્ટ હોય છે અને જો તેમને ખુશમિજાજ પાર્ટનર મળી જાય અને તેમના ફ્લર્ટ અંદાજને અણ્ણાવી લે તો આ સંબંધ બેસ્ટ બની જાય છે.

F – આ અક્ષરથી શરુ થતા નામવાળા લોકો પણ પ્રેમમાં ફ્લર્ટ હોય છે. આ લોકો રોમેન્ટિક હોય છે પણ તેમને એ વાતનો દેખાડો કરવો પસંદ નથી આવતો. આના પાર્ટનર એમની સાથે ખુશ રહે છે. પાર્ટનરને કેવી રીતે મનાવવું એ એમને સારી રીતે આવડે છે.

G – જી નામવાળા લોકોને બધું જ પરફેક્ટ જોઈતું હોય છે, આ લોકો કોઈ પણ વાતની કમી સહન નથી કરી શકતા. આ માટે તેમના પાર્ટનરે સજાગ રહેવું પડે છે. પાર્ટનર જો પ્રેમમાં વફાદાર ન હોય તો આ વાત તેમને ખટકતી રહે છે.

H – આ લોકો થોડા વેપારી પ્રકારના લોકો હોય છે, તેમને એવું લાગે છે કે પ્રેમ પણ એક રોકાણ જ છે. જો તેઓ પ્રેમમાં સિરિયસ થઇ જાય, લગ્ન કરી કે એ પછી જે ભેટ આપે તે પણ આ લોકો માટે રોકાણ જ છે. તેમને પોતાના પાર્ટનર પર નિર્ભર રહેવું પસંદ છે.

Image Source

I – આમને ભરપૂર પ્રેમની આવશ્યકતા હોય છે. આ સિવાય તેમને સંબંધોમાં કશું જ નથી જોઈતું. પાર્ટનરનો એમના પ્રત્યેનો ઝુકાવ આમને પસંદ આવે છે. જો એમના પાર્ટનર એમને અવગણે છે તો તેઓ ચિંતામાં પડી જાય છે.

J – આમને પ્રેમમાં બધું જ આવડે છે. આમના પાર્ટનરને આમનો સાથ પસંદ આવે છે. આ નામના લોકોનો પ્રેમનો સંબંધ એકવાર જો બની જાય તો ખૂબ જ લાંબો ચાલે છે. જો તૂટી જાય તો આમાં વધુ દોષ પાર્ટનરનો જ હોય છે.

K – આ લોકો ખૂબ જ રોમેન્ટિક હોય છે, એમનામાં ખૂબ જ આકર્ષણ હોય છે કે લોકો જાતે જ તેમના તરફ આકર્ષાય આવે છે. પરંતુ જો તેમની વાત કરવામાં આવે તો તેઓ ભાવુક હોય છે. પ્રેમમાં સાચા હોય છે, રોમેન્ટિક હોય છે અને સંબંધોને સાચો આકાર આપતા આવડે છે.

L – જે લોકોનું નામ એક અક્ષરથી શરુ થતું હોય છે, એ લોકો ખૂબ જ રોમેન્ટિક હોય છે. પોતાની ભાવનાઓને વ્યક્ત કરવાનું તેમને સારી રીતે આવડે છે. દિલમાં કોઈ વાત છુપાવીને નથી રાખતા. આ લોકો પોતાના પાર્ટનર પાસેથી પણ આ જ પ્રકારની અપેક્ષાઓ રાખે છે.

Image Source

M – એમ અક્ષરથી શરુ થતા નામવાળા લોકો રોમેન્ટિક તો નથી હોતા પણ તેમ છતાં x જેવી બાબતે હંમેશા આગળ રહે છે. આમને આ જ રીતે પ્રેમ વ્યક્ત કરતા આવડે છે. આ લોકો કોઈને દગો નથી આપતા.

N – જે લોકોનું નામ એન થી શરુ થતું હોય એવા લોકો દેખાવમાં શાંત અને શરમાળ સ્વભાવના હોય છે. પરંતુ એકવાર તેમને નજીકથી જાતિ લો એ પછી તમને જાણવા મળે છે કે એમને ફ્લર્ટ કરવું અને પ્રેમમાં મસ્તી કરવું સારી રીતે આવડે છે.

O – આ અક્ષરથી શરુ થતા નામવાળા લોકો શારીરિક સંબંધોમાં રુચિ ધરાવે છે પણ તેમને શું જોઈએ છે એ કહેવામાં શરમાય છે. જો તેઓ એકવાર પોતાના પાર્ટનર સાથે કમ્ફર્ટેબલ થઇ જાય તો પાંચ તેઓ પોતાની ભાવનાઓ સારી રીતે વ્યક્ત કરી શકે છે.

P – આ લોકો પોતાના પાર્ટનર પાસેથી ઘણી આશા રાખે છે, આ લોકો ઓછે છે કે એમનું પાર્ટનર સમાજમાં પોતાની ઓળખ બનાવે. એમને ભલે પ્રેમમાં ઓછું રોમેન્ટિક પાર્ટનર મળી જાય પણ સમજદાર પાર્ટનર હોવું જરૂરી છે. જો સાચું પાર્ટનર મળી જાય તો સંબંધ લાંબો ચાલે છે.

Image Source

Q – જે લોકોનું નામ આ અક્ષરથી શરુ થાય છે એ લોકો ખૂબ જ જોશીલા હોય છે. દરેક સમયે આ લોકોમાં એનર્જી જોવા મળે છે. આ લોકો પાર્ટનરે પગલે પગલું મેળવીને ચાલવું પડશે, નહિ તો સંબંધોમાં તકલીફ આવી શકે છે.

R – આર અક્ષરથી શરુ થતા નામવાળા લોકોની ગણતરી સમજદાર લોકોમાં થાય છે. આ લોકોને સ્વાર્થી વાતો પસંદ નથી હોતી. આ જ રીતે તેમને પ્રેમને પણ વ્યવસ્થિત રીતે જ કરવો પસંદ છે. શારીરિક આકર્ષણ આ લોકો માટે ખૂબ જ જરૂરી હોય છે.

S – આ વ્યક્તિઓ પોતાના કામને વધુ મહત્વ આપે છે, કામ આમના માટે સૌથી પહેલા આવે છે. આરામ કરતા પહેલા તેઓ કામ કરવું પસંદ કરે છે. પ્રેમમાં આ લોકો રોમેન્ટિક હોય છે.

T – આ લોકો ભાવુક પ્રકારના લોકો હોય છે. સાથે જ આ લોકો પ્રેમમાં રોમેન્ટિક પણ હોય છે. શારીરિક આકર્ષણને મહત્વપૂર્ણ માને છે અને સમય-સમય પર પોતાના પાર્ટનરને ખુશ કેવી રીતે રાખવા એ પણ સારી રીતે જાણે છે.

Image Source

U – જેમનું નામ યુ અક્ષરથી શરુ થાય છે ણ લોકો પ્રેમ સાચા હોય છે. પ્રેમ આમના માટે કોઈ મજાક કે ટાઈમપાસ જેવી વસ્તુ નથી હોતી. પરંતુ પ્રેમમાં પાર્ટનરને કોઈ પણ તકલીફ ન થાય એ વાતનું પણ તેઓ ધ્યાન રાખે છે.

V – જે લોકોનું નામ વી અક્ષરથી શરુ થાય છે એમને પ્રેમ તો જોઈએ છે ઓન સાથે જ પોતાની સ્વતંત્રતાનું પણ ધ્યાન રાખે છે. તેઓ પોતાના પાર્ટનરને સ્પેસ આપે છે અને તેમની પાસેથી પણ આ જ આશા રાખે છે.

W – W અક્ષરથી જે લોકોનું નામ શરુ થાય છે એ લોકો ખૂબ જ સાહસી હોય છે. આ લોકો પોત સારા હોવા પર સફળ હોવા પર ગર્વ કરે છે. આ લોકો પોતાના માટે જરા હટકે પાર્ટનર પસંદ કરે છે અને તેમને પોતાના પાર્ટનર પાસેથી ખૂબ જ અપેક્ષાઓ હોય છે.

X – આ અક્ષરથી શરૂ થતા નામવાળા વ્યક્તિઓ કોઈ દિવસ વચન આપતા નથી અને જો વચન આપે તો પોતે કરેલા વચનો નિભાવતા નથી. આ લોકો પર વિશ્વાસ ન કરવો કારણ કે તેઓ બીજાની સાથે વિશ્વાસઘાત કરવામાં માહિર હોય છે.

Image Source

Y – જે લોકોનું નામ વાય અક્ષરથી શરૂ થાય છે એવા લોકો ક્યારેય નિર્ણય જલ્દી લઇ શકતા નથી. આ લોકો પર કોઈ પણ નિર્ણય માટે નિર્ભર રહેવું નહિ, કારણ કે આ લોકોની નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે.

Z – જે લોકોનું નામ ઝેડથી શરૂ થાય છે એ લોકો ખૂબ જ ખુશ મિજાજ, આશાવાદી અને જમીનથી જોડાયેલા હોય છે. આ લોકો પોતાના પાર્ટનર પાસેથી પણ આવા જ રહેવાની આશા રાખતા હોય છે.