જો તમે પણ કરો છો યોગ, તો ના કરો આ 4 ભૂલો, ખાસ યાદ રાખજો નહિ તો પડશે મુશ્કેલી

સવારનો સમય આપણા સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. આ સમયે આપણને તાજી હવા મળે છે, જેનાથી મન શાંત રહે છે અને શરીરને સ્વસ્થ ઓક્સિજન મળે છે. સવારે મનમાં સકારાત્મક વિચારો આવવા જોઇએ. તમે જે રીતે દિવસની શરૂઆત કરો છો તે તમારા મૂડ અને દિવસભરના કામને અસર કરે છે. જો તમે સારી શરૂઆત કરો છો તો દિવસભર તમારું મન અને મૂડ સારો રહે છે. સારા સ્વાસ્થ્ય માટે સવારના સૂર્યના કિરણો એકદમ જરૂરી છે. નિષ્ણાતો માને છે કે આ સમયે વર્કઆઉટ અથવા કસરત કરવાથી શરીરને સૌથી વધુ ફાયદો થાય છે. સવારે યોગ કરવું વધુ ફાયદાકારક છે.

સવારે 30 મિનિટ યોગાસન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને મનને સક્રિય બનાવવામાં મદદ મળે છે. રોજિંદા જીવનશૈલી માટે યોગ એ એક સંપૂર્ણ અભિગમ છે. આ માટે કોઈ વય મર્યાદા નથી. તમે ગમે ત્યારે, ગમે ત્યાં યોગ કરી શકો છો. યોગ સંસ્કૃત શબ્દ ‘યુજી’ પરથી ઉતરી આવ્યો છે. યોગ સ્વાસ્થ્યને અપાર લાભ આપે છે. હૃદય સંબંધિત બીમારીઓથી દૂર રહેવા માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. નિયમિત યોગ કરવાથી મનને શાંતિ મળે છે અને તણાવ ઓછો થાય છે. પરંતુ યોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

યોગએ શરીરને સ્વસ્થ રાખવા માટે અને સ્ફૂર્તિ માટે કરવામાં આવે છે. યોગ તમને શારીરિક રીતે ફિટ બનાવે છે અને માનસિક રીતે તણાવમુક્ત એટલે કે સ્ટ્રેસ ફ્રી બનાવે છે. ઘણીવાર યોગ કરતી વખતે કેટલાક લોકો એવી ભૂલ કરે છે કે તેનો ખ્યાલ તેમને આવતો નથી. તો ચાલો જાણીએ કે, યોગ કરતી વખતે કઇ ભૂલ ન કરવી જોઇએ.

1.એકલા યોગ ન કરો : જો તમે કોઇ બુક વાંચીને કે સોશિયલ મીડિયા માધ્યમથી યોગ કરો છો તો તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. ઘણીવાર કેટલાક રોગને કારણે અમુક યોગ મુદ્રા કરવાની ના કહેવામાં આવે છે. જો આવી કોઇ બાબતથી તમે વાકેફ ન હોવ તો એકલા યોગ ન કરો. આ ઉપરાંત પણ જો કોઇ યોગ ખોટી રીતે થઇ જાય તો તેના કારણે સ્નાયુમઓમાં તણાવ પણ આવી શકે છે. જેને કારણે તાલીમ લીધા બાદ તમે યોગ કરો અથવા તો કોઇ પ્રશિક્ષક પાસેથી યોગ શીખો.

2.શરીરને દબાણ ન આપો : જો તમે નવુ નવુ યોગા કરવાનું શરૂ કર્યુ છે તો ક્યારેય શરીર પર દબાણ ના કરો. યોગ કરવા માટે વધારે જોર ના આપો. કારણ કે જ્યારે તમે નવું નવુ યોગ કરવાનું શરૂ કરો છો ત્યારે સ્નાયુઓમાં જડતા હોય છે. જેને કારણે તમને દુખાવા જેવી સમસ્યા થાય છે. માટે શરૂઆતમાં ધીરે ધીરે યોગ કરો જેને કારણે શરીરમાં સુગમતા આવે.

3.વધુ પાણી ન પીઓ : યોગ કરવા દરમિયાન વધારે પાણી ન પીવુ જોઇએ, જ્યારે તમે યોગ કરો છો ત્યારે ગરમીનું સ્તર વધે છે અને પાણી પીવાથી અચાનક ગરમી ઘટી જાય છે જેને કારણે શરદી, ઉધરસ અને એલર્જી જેવી સમસ્યાઓ થઇ શકે છે. જો જરૂર પડે તો 1-2 ઘૂંટ પાણી પીવો, એકસાથે વધુ પાણી ન પીવો.

4.તરત ન્હાઓ : યોગ કર્યા બાદ કોઇ પણ પ્રકારની કસરત ન કરો અને તરત સ્નાન કરો. થોડો સમય બેસો અને શરીર ઠંડુ થાય પછી સ્નાન કરો.

Shah Jina