‘હમ સાથ સાથ હૈ’ : ઇંગ્લેન્ડની ગલીઓમાં અનુષ્કા બની વિરાટની ફોટોગ્રાફર તો કે.એલ. રાહુલની તસવીરો ગર્લફ્રેન્ડે આપ્યા શાનદાર પોઝ

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન અને ટીમના કપ્તાન વિરાટ કોહલી હાલ યુકેમાં સમય વિતાવી રહ્યો છે. આ દરમિયાન તેની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પણ છે. તો ભારતીય ટીમના બીજા એક સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ પણ તેની પ્રેમિકા આથિયા શેટ્ટી સાથે જોવા મળી રહ્યો છે. ભલે રાહુલ અને આથિયા બંન્નેને એક બીજાના મિત્રો ગણાવતા હોય પરંતુ તેમની વચ્ચે ખીચડી રાંધવાની ખબરો સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

હાલમાં રાહુલે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. રાહુલે વિરાટ કોહલી,  ઇશાંત શર્મા અને ઉમેશ યાદવ સાથે તસવીરો ખેંચાવી છે. જેમાં બધા જ ખેલાડીઓ જબરદસ્ત પોઝ આપતા જોવા મળે છે.

આ બધા સાથે રાહુલે એક બીજી તસ્વીર પણ શેર કરી છે, જેમાં બધાની પત્નીઓ અને પ્રેમિકાઓ તેમને જોતી નજર આવી રહી છે. આ તસવીરો શેર  કરવાની સાથે રાહુલે લખ્યું છે, “સ્વાઇપ કરો !”

તો બીજી એક તસ્વીરમાં આથિયા શેટ્ટી, અનુષ્કા શર્મા, ઇશાન્તની પત્ની પ્રતિમા સીંહ અને તાન્યા વાધવા નજર આવી રહી છે. આ દંભી જ યુવતીઓ યુવકોને પોઝ કરતા જોઈ રહી છે. અથિયા શેટ્ટીને જોતા લાગે છે કે તેને જ રાહુલ અને વિરાટ સાથે બીજા લોકોની તસવીરો લીધી છે. જો કે રાહુલે કોઈને ફોટો ક્રેડિટ નથી આપી.

ચાહકો પણ કોમેન્ટ સેક્શનમાં અથિયાની ફોટોગ્રાફી અને રાહુલ સાથે તેની જોડીની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. ચાહકો પણ એ વાતથી ખુશ છે કે આખરે રાહુલે અથિયા સાથેની પોતાની પહેલી તસ્વીર શેર કરી. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે ભારતની ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર છે અને અહીંયા 5 ટેસ્ટ મેચ રમશે. ભારત તથા ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 4 ઓગસ્ટના રોજ શરૂ થશે. આ પહેલા વિરાટ પોતાની પલટન સાતેહ ઇંગ્લેન્ડની ગલીઓમાં જોવા મળ્યો.

Niraj Patel