IPL 2024: CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને LSGના કેપ્ટન કેએલ રાહુલને થયુ લાખોનું નુકશાન

BCCIએ LSG અને CSKના કેપ્ટનોને ફટકાર્યો દંડ, LSG મેચ તો જીતી ગયુ પણ કેએલ રાહુલને થયુ લાખોનું નુકશાન !

શુક્રવારે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો લખનઉ સુપર જાયન્ટ્સ સામે 8 વિકેટે પરાજય થયો હતો. ટોસ જીત્યા બાદ લખનઉના કેપ્ટન કેએલ રાહુલે પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. જો કે મેચ જીત્યા બાદ પણ તેને લાખોનું નુકશાન થયુ છે. આ મેચ દરમિયાન ધીમી બોલિંગ માટે ચેન્નાઈની ટીમ પણ દોષિત ઠેરાઈ હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 34મી મેચમાં આઈપીએલ મેચ દરમિયાન ધીમી ઓવર રેટ માટે લખનઉના કેપ્ટન કેએલ રાહુલ અને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડને 12-12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. લખનઉએ શુક્રવારે ચેન્નાઈને આઠ વિકેટે હરાવ્યું હતું.

આઈપીએલની આચાર સંહિતા હેઠળ ધીમી ઓવર રેટનો આ પ્રથમ ગુનો હતો, તેથી ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 દરમિયાન રાહુલ અને રુતુરાજને દંડ ફટકારવામાં આવ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 57 રનની ઇનિંગ રમી હતી જ્યારે અજિંક્ય રહાણેએ 36 રન બનાવ્યા હતા.

અંતમાં આવતા મહેન્દ્ર સિંહ ધોનીએ 9 બોલમાં 28 રન બનાવ્યા અને ટીમને લડાયક સ્કોર સુધી લઈ ગયા. ટાર્ગેટનો પીછો કરતા લખનઉની ટીમે કેપ્ટન કેએલના 82 રન અને ક્વિન્ટન ડી કોકના 54 રનની મદદથી 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી.

Shah Jina