સિંગર કેકેના નિધન બાદ પુત્રી તમરાએ શેર કરી ભાવુક કરી દેવા વાળી તસવીરો, સાથે જ નોટમાં લખી આ ખાસ વાતો

ફાધર્સ ડે પર સિંગર KKની દીકરીની નોટ કરી દેશે ભાવુક, લખ્યું- ‘તમારા વિના જીવન અંધારું છે પપ્પા, તમારો હાથ પકડવાને કરું છું યાદ’

સિંગર કેકેના આકસ્મિક નિધનથી માત્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને જ નહિ પરંતુ બધાને આઘાત લાગ્યો હતો પરંતુ તેમના પરિવારમાં પડેલ જે શૂન્ય આવ્યું છે તે કોઈ ભરી શકશે નહીં. આજે દિવંગત ગાયકની પુત્રી તમરાએ ફાધર્સ ડે પર તેના પિતાને યાદ કરતી કેટલીક તસવીરો અને એક નોટ શેર કરી છે. જેનો એક એક શબ્દ કોઈને પણ ભાવુક કરી દેશે.

પિતાની કિંમત શું છે તે ફક્ત તે જ કહી શકે છે જેના પિતા હવે આ દુનિયામાં નથી. ફાધર્સ ડે નિમિત્તે દરેક વ્યક્તિએ પોતાના પિતાની યાદમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. આ દરમ્યાન દિવંગત ગાયક કેકે ઉર્ફે કૃષ્ણકુમાર કુન્નાથની પુત્રી તમરાએ તેના પિતાને યાદ કરતી એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી.

કેકેની પુત્રી તમરા પણ ગાયક અને સંગીતકાર છે. તેણે આજે તેના ઇન્સ્ટાગ્રામ પરથી તેની સાથે બાળપણની ઘણી જૂની તસવીરો શેર કરી છે. જેમાં તેનો ભાઈ નકુલ પણ જોવા મળી રહ્યો છે. આ સિવાય તેણે તેની માતા અને પિતાની એક તસવીર પણ પોસ્ટ કરી છે.

પહેલી તસવીરમાં કેકે તેની પુત્રી તમરા અને પુત્ર નકુલને તેની પીઠ પર સવારી કરતા જોવા મળે છે. જેમાં ત્રણેય હસતા સાથે પોઝ આપતાં જોઈ શકાય છે જ્યારે બીજી તસવીરમાં તમરા પિયાનો વગાડતા કેકેના ખોળામાં બેસેલી છે. છેલ્લી તસવીરમાં કેકે તમરાને કંઈક આપતા જોઈ શકાય છે. આ તસવીર પરથી લાગી રહ્યું છે આ ક્યાંક પિકનિક જેવું છે.

 

View this post on Instagram

 

A post shared by Taamara (@taamara.k24)

તેના પિતા કેકેને યાદ કરતાં તમરાએ લખ્યું, “હું તમને ગુમાવવાનું દુઃખ 100 વખત સહન કરીશ, તેનો અર્થ એ છે કે તમે મારા પિતા તરીકે એક સેકન્ડ માટે પણ છો.” પપ્પા તમારા વિના જીવન અંધકારમય છે. આ સિવાય તમરાએ એક લાંબી નોટ શેર કરી છે અને તેના પિતા સાથે વિતાવેલી નાની સુંદર પળો શેર કરી છે.

Patel Meet