ગુજરાતના સૌથી લોકપ્રિય ડાયરા કલાકારમાંથી એક જેમને ડાયરા સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે એવા કિર્તીદાન ગઢવી હાલ અમેરિકાની અંદર વિવિધ સ્થળો ઉપર પોતાના કાર્યક્રમ દ્વારા અમેરિકામાં વસી રહેલા ગુજરાતીઓને ઝુમાવી રહ્યા છે. કિર્તીદાન છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં છે અને ત્યાં નવરાત્રીના સમયમાં પણ તેઓએ અમેરિકામાં ધૂમ મચાવી હતી.
કિર્તીદાન ગઢવી અમેરિકામાં પોતાના કાર્યક્રમોની ઝાંખી તેમની તસવીરો અને લાઈવ વીડિયો દ્વારા ગુજરાતમાં બેઠેલા લોકો સુધી પણ સોશિયલ મીડિયા દ્વારા પહોંચતી કરે છે.અમેરિકામાં થઇ રહેલા કિર્તીદાનના ડાયરામાં મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહે છે અને તેમના ડાયરાના તાલમાં ખોવાતા પણ જોવા મળે છે, આ સાથે જ તેમના ડાયરામાં ડોલરનો વરસાદ પણ થતો જોવા મળે છે.
ગઈકાલે પણ એવો જ નજારો જોવા મળ્યો, જયારે કિર્તીદાન એટલાન્ટામાં ગુજરાતી સમાજ દ્વારા આયોજિત એક ડાયરાની અંદર પોતાના સુર રેલાવી રહ્યા હતા. ત્યારે તેમના ઉપર ડોલરનો વરસાદ થતો જોવા મળ્યો હતો. અને આ ડોલરિયો વરસાદ અમેરિકામાં વસનારી ગુજરાતી મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
કિર્તીદાન ગઢવીએ “લીલી લીમડી રે… લીલો નાગરવેલ નો છોડ” ગીતના સુર રેલાવ્યા એ સાથે જ સ્ટેજ ઉપર મહિલાઓએ આવી અને કિર્તીદાન ઉપર ડોલરનો વરસાદ કર્યો હતો. આ વીડિયોને કિર્તીદાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ શેર કર્યો છે, આ ઉપરાંત કિર્તીદાને ફેસબુક લાઈવ વીડિયો દ્વારા પણ આ કાર્યક્રમ ઓનલાઇન વહેતો કર્યો છે.
કાઠિયાવાડમાં જયારે કિર્તીદાનના ડાયરાનો કાર્યક્રમ હોય છે ત્યારે લાખો રૂપિયા તેમના ડાયરાની અંદર ઉડતા જોવા મળે છે, પરંતુ હાલ તેઓ અમેરિકામાં છે અને અમેરિકામાં પણ કિર્તીદાનના ડાયરામાં કાઠિયાવાડમાં જે રીતે રૂપિયાનો વરસાદ થતો જોવા મળે છે, તેમ જ અમેરિકામાં ડોલરનો વરસાદ થતો જોવા મળી રહ્યો છે.