કિર્તીદાન ગઢવીના ડાયરાના રંગમાં રંગાયા અમેરિકામાં વસતા ગુજરાતીઓ, કર્યો ડોલરનો વરસાદ, વીડિયોમાં નિહાળો ડાયરાનો નજારો

ગુજરાતના લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવી હાલ અમેરિકાની અંદર પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. અમેરિકાની ધરતી ઉપર અમેરિકામાં વસતા ગુજરાતીઓને ગરબાના તાલે ઝુમાવ્યા બાદ હવે ડાયરાના રંગે પણ રંગી રહ્યા છે, જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરોલ થઇ રહ્યા છે.

કીર્તિદાન ગઢવી તેમની ટીમ સાથે અમેરિકાના દોઢ મહિનાના પ્રવાસે છે અને અહીંયા તે પોતાની ટીમ સાથે શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિતના શહેરોમાં પોતાના અવાજમાં ગરબાની રમઝટ જમાવી રહ્યા છે. કિર્તીદાન ગઢવી પોતાના કાર્યક્રમોની ઝાંખી તેમના સોશિયલ મીડિયા દ્વારા શેર કરતા રહે છે.

કિર્તીદાન ગઢવીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ડાયરો કરતા નજર આવી રહ્યા છે. તેમના આ ડાયરાની અંદર ડોલરનો વરસાદ થતો પણ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત કિર્તીદાને લાઈવ વીડિયો પણ આ ડાયરાનો શેર કર્યો હતો, જેમાં જોવા મળી રહ્યું છે કે એક હોલના સ્ટેજ ઉપર કિર્તીદાન ડાયરાની રમઝટ ચલાવી રહ્યા છે અને આખો હોલ ખચાખચ ભરેલો છે. સાથે જ ઘણા લોકો તેમના ડાયરાના રંગમાં રંગાતા પણ જોવા મળી રહ્યા છે.

અમેરિકામાં વસતા ગુજરાતીઓ કિર્તીદાનના સુમધુર અવાજમાં ચાલી રહેલા આ ડાયરના શબ્દો સાંભળી અને મંત્રમુગ્ધ પણ બની જાય છે અને તાલ ઉપર નાચતા ગાતા પણ જોવા મળે છે, સાથે જ ઘણા લોકો તેમના ઉપર ડોલર ઉછાળી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં કિર્તીદાનની આ તસવીરો અને વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. કિર્તીદાન વીડિયો અને તસવીરો ઉપર ચાહકો કોમેન્ટ પણ કરી રહ્યા છે, સાથે જ અમેરિકામાં યોજાઈ રહેલા આ ડાયરાનો આનંદ ગુજરાતીઓ ઘરે બેસીને પણ માણી રહ્યા છે તેની ખુશી પણ વ્યક્ત કરતા જોવા મળે છે.


કિર્તીદાન ગઢવી ગુજરાતના ખુબ જ લોકપ્રિય ગાયક છે, તેમનું નામ ગુજરાતના દરેક ઘરમાં જાણીતું છે. ગુજરાતમાં પણ તેમના કાર્યક્રમો જયારે જયારે થાય, તેમના ડાયરા યોજાય ત્યારે પણ લોકો નોટોનો વરસાદ કરતા હોય છે, ત્યારે હાલ અમેરિકામાં પણ આવો જ માહોલ જોવા મળી રહ્યો છે.

Niraj Patel