પંડિત ધરેંદ્ર શાસ્ત્રીની સામે કિર્તીદાન ગઢવીએ ગાયું “રામ સિયા રામ” ગીત, દરબારમાં આવેલા હજારો ભક્તો ઝૂમી ઉઠ્યા, જુઓ વીડિયો
Kirtidan Gadhvi sang Ram Siyaram : બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી થોડા સમય પહેલા જ ગુજરાતની મુલાકાતે હતા અને ગુજરાતના અલગ અલગ શહેરોમો તેમનો દિવ્ય અને ભવ્ય દરબાર પણ યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબાના દર્શન કરવા પણ પહોંચ્યા હતા. ગુજરાતમાં પણ બાબાએ ચમત્કારો દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમની દિવ્ય શક્તિને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને ભક્તો પણ તેમને ખુબ જ માનતા હોય છે. ત્યારે આજે અમે તમારા માટે એક એવો વીડિયો લઈને આવ્યા છે જેમાં ખુદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આપણા ગુજરાતના લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવીના સુરથી મંત્રમુગ્ધ થતા જોવા મળી રહ્યા છે.
ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી ગુજરાતનું એક મોટું નામ છે, તેમાં જયારે સ્ટેજ પ્રોગ્રામ થતા હોય છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો તેમના ડાયરાને માણવા માટે જતા હોય છે અને તેમના ડાયરાની અંદર ચલણી નોટોનો પણ વરસાદ થતો જોવા મળતો હોય છે. ત્યારે બાબા જયારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે કિર્તીદાન ગઢવીએ પણ બાબાની મુલાકાત લીધી.
કિર્તીદાન ગઢવીએ તેમના સોશિયલ મીડિયામાં હાલમાં જ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં બાગેશ્વર ધામના બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી મંચ પર બિરાજમાન છે અને કિર્તીદાન ગઢવી તેમની બાજુમાં માઈક લઈને ઉભા જોવા મળી રહી છે. જેના બાદ તે પ્રખ્યાત ગીત “રામ સિયા રામ” પણ લલકારે છે.
View this post on Instagram
કિર્તીદાન ગઢવી જયારે “રામ સિયા રામ” ગીત લાલકારવાનું શરૂ કરે છે ત્યારે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પણ મંત્રમુગ્ધ થઇ જતા જોવા મળી રહ્યા છે, અને બાબાના દરબારમાં આવેલા હજારો ભક્તો પણ તેમના સુરના સથવારે ઝૂમી ઉઠે છે. ત્યારે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.