સ્વર્ગથી પણ સુંદર છે ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીનું નવું ઘર.. જુઓ અંદરનો નજારો.
ડાયરા સમ્રાટ તરીકે નામના પામી ચૂકેલા ડાયરા કલાકાર કિર્તીદાન ગઢવીનો ચાહકવર્ગ ખુબ જ વિશાળ છે. ચાહકો તેમના ડાયરામાં આફરીન થઇ જાય છે અને જ્યાં પણ તેમનો ડાયરો ચાલતો હોય ત્યાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઊમટતુ હોય છે અને તેમના પર ચલણી નોટોનો વરસાદ પણ કરવા લાગે છે.
કિર્તીદાનની લોકપ્રિયતા ખાલી ગુજરાત કે ભારતમાં જ નથી પરંતુ દુનિયાભરમાં છે. કિર્તીદાન વિદેશમાં પણ કાર્યક્રમો કરે છે અને ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં તેમના ડાયરાને નિહાળવા માટે જાય છે અને તેમના પર ડોલરનો વરસાદ કરતા હોય છે. ત્યારે હાલમાં કિર્તીદાન તેમના ડાયરાને લઇને નહિ પરંતુ તેમના નવા ઘરને લઈને ચર્ચામાં આવ્યા છે.
કિર્તીદાન ગઢવીએ તેમના નવા ઘરમાં થોડા દિવસ પહેલા જ ગૃહ પ્રવેશ કર્યો છે. જેની પૂજા કરતો વીડિયો પણ તેમને શેર કર્યો હતો. આ સાથે તેમને એક બીજો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે નવા ઘરનો નજારો બતાવ્યો છે. ચાહકો કિર્તીદાનને આ નવા ઘર માટે શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.
સામે આવેલા વીડિયોમાં કિર્તીદાન તેમની પત્ની સાથે બેસીને પૂજા કરી રહ્યા છે અને બ્રાહ્મણો મંત્રોચાર કરતા જોવા મળી રહ્યા છે અને કિર્તીદાન યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે. કિર્તીદાનના નવા ઘરના ગૃહ પ્રવેશમાં કથાકાર જીગ્નેશ દાદાએ પણ હાજરી આપી હતી. જેની ઝલક વીડિયોમાં પણ જોઈ શકાય છે.
આ ઉપરાંત કિર્તીદાને પોતાની સ્ટોરીમાં પણ એક તસવીર શેર કરી છે જેમાં તે જીગ્નેશ દાદાના આશીર્વાદ લેતા પણ જોવા મળી રહ્યા છે. નવા ઘરમાં ગૃહ પ્રવેશની પૂજાનો વીડિયો કિર્તીદાન ગઢવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર કરવાની સાથે તેમને કેપશનમાં લખ્યું છે, “નવા ઘરમાં મંગળ પ્રવેશ !”.
View this post on Instagram
ત્યાર બાદ શેર કરવામાં આવેલા બીજા વીડિયોની અંદર કિર્તીદાન તેમની પત્ની સોનલ સાથે ઘરમાં કળશ લઈને ફરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન કેમેરામાં કિર્તીદાનનું આલીશાન ઘર પણ કેદ થયેલું જોવા મળે છે. ત્યારે હવે તેમના આ વીડિયો પર ચાહકો ભરપૂર પ્રતિભાવ આપી રહ્યા છે અને તેમને શુભકામનાઓ પણ પાઠવતા જોવા મળે છે.