એક એપિસોડની લે છે અધધધ લાખ ફીસ, શોમાં કોના કહેવા પર અભિનેત્રીઓ સાથે ફ્લર્ટ કરે છે કપિલ શર્મા ? શહેનાઝ સાથે વાતચીતમાં ખોલ્યુ રાઝ

300 કરોડ છે કપિલ શર્માની નેટ વર્થ ? કોમેડિયને આવી રીતે કર્યુ રિએક્ટ, આ કારણે હજુ પણ અભિનેત્રીઓ સાથે ફ્લર્ટ કરે છે કપિલ

મશહૂર કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ ‘Zwigato’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. કપિલ શર્મા જોરોશોરોથી તેની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. કપિલની આ ફિલ્મ 17 માર્ચના રોજ રીલિઝ થઇ રહી છે અને આ ફિલ્મને નંદિતા દાસે બનાવી છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન કપિલ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે વાત પણ કરી રહ્યો છે. ત્યારે હાલમાં જ તેણે તેની નેટ વર્થ વિશે વાત કરી હતી. આજતક સાથે ઇન્ટરવ્યુમાં જ્યારે કપિલને પૂછવામાં આવ્યુ કે તેની નેટ વર્થ 300 કરોડ છે ?

તો જવાબમાં કપિલ હસવા લાગ્યો. તેણે કહ્યુ- મેં ઘણા પૈસા ખોયા પણ છે…સાચુ કહુ તો હું આ બધી વસ્તુઓ વિશે નથી વિચારતો. મને બસ એટલું ખબર છે કે મારી પાસે ઘર છે, કાર છે, પરિવાર છે અને બસ આ જ માયને રાખે છે. હાં, હું સાધુ નથી, જ્યારે પૈસા આવશે ત્યારે ના નહિ કહું. આજે પણ મારા વિચાર સેલેરીવાળા છે. મારી પત્નીને વસ્તુઓ પર ખર્ચ કરવો પસંદ છે, પણ મને નથી. તે પૈસાવાળા ઘરથી આવે છે તો તે અલગ છે.

કપિલે આગળ કહ્યુ કે, જેવી રીતે ગિન્ની પૈસાવાળા પરિવારથી આવે છે તો પણ મારા બેકગ્રાઉન્ડ સાથે એડજસ્ટ કરતા તેણે કોઇ પરેશાની નથી જેલી. કપિલે કહ્યુ કે, તે ગિન્નીની ઘણી ઇજ્જત કરે છે. અમારો બોન્ડ ઘણો સારો છે. ગિન્નીએ હંમેશા સુખ-દુખમાં તેનો સાથ આપ્યો છે. જણાવી દઇએ કે, 12 ડિસેમ્બર 2018ના રોજ કપિલે ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યા હતા. કપલ એક દીકરી અનાયરા અને એક દીકરો ત્રિશાનના પેરેન્ટ્સ છે. કપિલ 2007માં સ્ટેન્ડ અપ કોમેડી રિયાલિટી શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ સીઝન 3 જીત્યા બાદ ફેમસ થયો હતો.

તેણે કોમેડી સર્કસ પણ કર્યુ. તે ભાવનાઓને સમજો(2010), કિસ કિસ કો પ્યાર કરુ(2015) અને ફિરંગી(2017) જેવી ફિલ્મોમાં જોવા મળ્યો. તે એબીસીડી 2(2015)માં પણ કેમિયો કરતો જોવા મળ્યો હતો. કપિલ ટીવી શો કોમેડી નાઇટ્સ વિથ કપિલ અને ફેમીલી ટાઇમ વિથ કપિલ તેમજ કપિલ શર્મા શો માટે જાણિતો છે. જાન્યુઆરી 2021માં કપિલ શર્માએ તેના શોમાં જણાવ્યુ હતુ કે તે 15 કરોડ તો માત્ર ટેક્સ ભરે છે. આ સાથે તેણે એ પણ કહ્યુ હતુ કે બધાને ભરવો જોઇએ કારણ કે આ દેશના વિકાસમાં મહત્વનું યોગદાન હોય છે.

એટલું જ નહિ, કપિલ તેના શોના એક એપિસોડ માટે લગભગ 50 લાખ રૂપિયા ચાર્જ કરે છે અને તે 1 કરોડ રૂપિયા ફીસ તરીકે લે છે. હવે તમે જાતે જ વિચારી લો કે તેની વર્ષની ઇનકમ કેટલી હશે. ખબર એ છે કપિલની નેટ વર્થ 300 કરોડ છે. જણાવી દઇએ કે, કપિલ હાલમાં જ પંજાબની કેટરીના કહેવાતી શહેનાઝ ગિલના શો દેશી વાઇબ્સ વિથ શહેનાઝ ગિલમાં પહોંચ્યો હતો.

શોમાં શહેનાઝ સાથે કપિલે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે તે કપિલ શર્મા શોમાં અભિનેત્રીઓ સાથે ફ્લર્ટ કોના કહેવા પર કરે છે. કપિલે કહ્યુ કે, ગિન્ની સાથે લગ્ન બાદ સોની ટીવી તરફથી તેને મેઇલ આવ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યુ હતુ કે શોમાં આવેલ અભિનેત્રીઓ સાથે તેને ફ્લર્ટ કરવાનું રહેશે.તે આગળ કહે છે કે તમે વિશ્વાસ નહિ કરો કે મને ચેનલે કહ્યુ હતુ. લગ્ન બાદ થોડી મને શરમ આવવા લાગી કે જો કોઇ હિરોઇન આવશે તો હું શું બોલીશ.

પણ તે પછી જ્યારે બે બાળકો થઇ ગયા તો બિલકુલ સીરિયસ થઇ ગયો…તે વાળા એંગલમાં હું જતો જ નહોતો. તો સોની ટીવીએ મેઇલ મોકલ્યો કે તે વાળો એંગલ મિસ કરી રહ્યા છો તમે. ત્યાં મેઇલમાં એક સર્વે પણ જોડાયેલો હતો, જેમાં લોકોએ કહ્યુ હતુ કે અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરતા જોવું મિસ કરી રહ્યા છે. શહેનાઝ ગિલ સાથે વાતચીતમાં કપિલ શર્માએ મજાક-મજાકમાં પોતાને રોમાન્સ બર્ડ ઓફ ઇન્ડિયા કહ્યુ.

Shah Jina