કીર્તિ પટેલે પાડ્યા પદ્મિનીબાના ચાળા ? માથે પલ્લુ લઇ કરી એવી એક્ટિંગ કે એક્ટ્રેસ પણ શરમાઇ જાય- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે આ શું કર્યુ, પદ્મિનીબાના ચાળા પાડવા માથે પલ્લુ લઇને કરી એવી એક્ટિંગ કે….જુઓ વીડિયો

એક સમયની ટિકટોક સ્ટાર અને સોશિયલ મીડિયા પર ફેમસ કીર્તિ પટેલ અવાર નવાર સમાચારોમાં રહેતી હોય છે. કીર્તિ ઘણી વખત વિવાદોમાં પણ રહી ચૂકી છે. હજુ તો થોડા દિવસ પહેલા જ કીર્તિ પટેલ ચર્ચામાં આવી હતી અને તેનું કારણ હતુ કે તેણે એક વીડિયોમાં ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી એવા પદ્મિનીબા વાળાને ટાર્ગેટ કર્યા હતા અને પરસોત્તમ રૂપાલાને માફ કરવાની અપીલ કરી હતી.

ત્યારે આ મુદ્દે ફરી એકવાર કીર્તિ પટેલ મેદાનમાં આવી છે. તાજેતરમાં જ પદ્મિનીબા વાળા સામે અનેક સવાલો ઉભા કરનાર કીર્તિ પટેલે પદ્મીનીબા વાળાની મિમીક્રી કરી છે. કીર્તિએ એક વીડયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં તે આબેહૂબ પદ્મીનાબા વાળા જેવો લુક ધારણ કરેલી જોવા મળી રહી છે. તેણે માથા પર પલ્લુ રાખ્યો છે અને બેકગ્રાઉન્ડમાં ગીત ‘નાયક નહિ ખલનાયક હે તુ…’ વાગી રહ્યું છે.

વીડિયોમાં કીર્તિ પટેલ કારના રુફટોપ પરથી કહી રહી છે કે, એ પડી ગયું…. પડી ગયું… આ તો મારો સમાજ છે ને એટલે માથે ઓઢવું પડે બાકી તો લીલા લહેર જ છે હો. હે બેન આવી જ પીન લગાવો છો નો તમે, આમ કરીને આમ. હે બેન, તમારા કેટલા રૂપ છે તે આવીને પૂછો મને. આ તો મુવી થોડુ છે, આ તો તમારું નાટક છે.

આ વીડિયો શેર કરી કીર્તિએ કેપ્શનમાં લખ્યુ- એક જ વ્યક્તિ માટે છે આ વીડિયો. જણાવી દઇએ કે, તાજેતરમાં કીર્તિએ એક વીડિયો શેર કરી ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાને ટાર્ગેટ કર્યા હતા અને પરસોત્તમ રૂપાલાને માફ કરવાની અપીલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by KIRTI ADALJA (@kirti_ni_moj5143)

Shah Jina