કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ જેવા ગાયકો બાદ ગુજરાતની વધુ એક લોકપ્રિય ગાયિકાએ પોતાના માટે ખરીદી લક્ઝુરિયસ કાર, તસવીરો શેર કરીને વ્યક્ત કરી ખુશી

પોતાની મહેનત અને લગનથી ગુજરાતમાં એક આગવું નામ બનાવી ચુકેલી આ લોકપ્રિય ગાયિકાએ પોતાને જ આપી એક સુંદર ભેટ, ખરીદી આ શાનદાર લક્ઝુરિયસ કાર, જુઓ તસવીરો

ગુજરાતની અંદર ગુજરાતી ગાયકોની બોલબાલા છે. ગુજરાતની ધરતી પર ઘણા બધા ગાયકો છે, જેમણે પોતાની મહેનતથી પોતાનું આગવું નામ બનાવ્યું છે. ત્યારે આ કલાકારો ચાહકો વચ્ચે પણ તેમની ગાયિકી અને તેમના અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામા રહેતા હોય છે. છેલ્લા થોડા સમયમાં જ ઘણા બધા ગાયક કલાકારોએ પોતાના માટે લક્ઝુરિયસ કાર ખરીદી છે.

ત્યારે હવે આ લક્ઝુરિયસ કાર ખરીદવામાં વધુ એક ગાયિકાનું નામ પણ જોડાઈ ગયું છે. ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિરણ ગજેરાએ પોતાના માટે એક શાનદાર કાર ખરીદી છે, આ કાર ખરીદવાની ખુશી ખુદ કિરણ ગજેરાએ જ તેના સોશિયલ મીડિયામાં તસવીરો પોસ્ટ કરીને વ્યક્ત કરી છે. જે હાલ ખુબ જ વાયરલ થઇ રહી છે.

કિરણે આ તસવીરો શેર કરવાની સાથે જ કેપશનમાં પણ લખ્યું છે કે “હવે સમય છે મારી જાતને ગિફ્ટ આપવાનો. ન્યુ ફેમેલી મેમ્બર.” આ સાથે જ કિરણે કઈ કાર ખરીદી છે તેના વિશે પણ તેણે જણાવ્યું છે. કિરણના જણાવ્યા અનુસાર, તેને હ્યુન્ડાઇની Alcazar Signature (O) AT 7S ખરીદી છે, જે દેખાવમાં ખુબ જ શાનદાર લાગી રહી છે.

હ્યુન્ડાઇની Alcazar Signature (O) AT 7Sની એક્સ શો રૂમ કિંમત 19.75 લાખથી શરૂ થાય છે. આ 7 સિટર કાર છે અને 1999 સીસીના એન્જીન સાથે આવે છે. કિરણે ખરીદેલી આ કાર બ્લેક રંગની છે. જે દેખાવમાં ખુબ જ શાનદાર છે. આ કાર ફીચર્સથી પણ ભરપૂર છે. ત્યારે ચાહકો પણ હવે કિરણને આ કાર ખરીદવા માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

કિરણ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે કાર સામે ઉભી રહીને અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. સાથે જ તેના પરિવારજનો પણ આ કાર ખરીદવા સમયે તેની સાથે જોવા મળી રહ્યા છે. કિંજલે હાથમાં થાળી લઈને કારની પૂજા પણ કરી હતી. કિરણે આ કાર સુરતમાં હ્યુન્ડાઇના શોરૂમમાંથી ખરીદી છે.

તમને જણાવી દઈએ કે કિરણ ગજેરા પણ ગુજરાતની લોકપ્રિય ગાયિકાઓ ગીતાબેન રબારી, કિંજલ દવેની જેમ જ એક મોટું નામ ધરાવે છે, તેમને પણ સોશિયલ મીડિયામાં ઘણા લોકો ફોલો કરે છે. સાથે જ કિરણના ગીતોને પણ ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે. કિરણ ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ વિદેશમાં પણ કાર્યક્રમો કરે છે.

Niraj Patel