રણોત્સવમાં કિંજલ દવેનો ભાવિ પતિ સાથે રોમાન્ટિક “કુછ કુછ હોતા હે” અંદાજ, તસવીરો જોઈને તમે પણ આ જોડીના દીવાના બની જશો

ગુજરાતમાં ગાયિકીની દુનિયામાં એક આગવું નામ કરી ચુકેલી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે આજે એક આગવું નામ ધરાવે છે. તેના સુમધુર અવાજથી તેને માત્ર ગુજરાતમાં જ પરંતુ  દુનિયાભરમાં આગવું નામ કર્યું છે. જેનો પુરાવો થોડા સમય પહેલા અમેરિકામાં તેને કરેલા કાર્યક્રમોમાં જોવા મળ્યો હતો.

કિંજલ દવે માત્ર તેની ગાયિકાના કારણે જ નહીં અંગત જીવનને લઈને પણ લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. કિંજલ દવે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તેની શાનદાર તસવીરો પણ શેર કરતી રહે છે. આ તસ્વીરોને ચાહકો દ્વારા પણ ખુબ જ પ્રેમ આપવામાં આવે છે અને પસંદ પણ કરવામાં આવે છે.

કિંજલે હાલમાં જ તેના ભાવિ પતિ પવન જોશી સાથેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરોમાં કિંજલ દવેનો રોમાન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે. તેના ભાવિ પતિ પવન જોશી સાથે તે રોમાન્ટિક પોઝ આપતી પણ જોવા મળી રહી છે.

કિંજલ દવે અને તેના ભાવિ પતિ પવન જોશી હાલ કચ્છમાં રણોત્સવમાં મજા માણી રહ્યા છે, ત્યારે ત્યાંથી કિંજલે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી બધી તસવીરો શેર કરી છે, જેમાં આ કપલ સફેદ રણની વચ્ચે રોમાન્ટિક પોઝ આપી રહ્યું છે.

કિંજલ દવેએ આ તસવીરો શેર  કરવાની સાથે કેપશન પણ આ તસ્વીરોને અનુરૂપ આપ્યું છે. તેને લખ્યું છે કે, “કુછ કુછ હોતા હે, કેટલીક ખાસ મોમેન્ટ ખાસ વ્યક્તિ સાથે, રણોત્સવ”. કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને લોકો ખુબ જ પ્રેમ આપી રહ્યા છે અને કોમેન્ટમાં આ  કપલના વખાણ પણ કરી રહ્યા છે.

કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોમાં બંને ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે, આ દરમિયાન પવન જોશી જીન્સ અને ટી-શર્ટ પહેરીને જોવા મળી રહ્યો છે તો કિંજલ દવે ક્રીમ કલરના ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

કિંજલે 6 તસવીરો શેર કરી છે અને બધી જ તસ્વીરોમાં તેમનો રોમાન્ટિક લુક પણ જોવા મળી રહ્યો છે. કિંજલની આ તસવીરો ઉપર ચાહકો સાથે સેલેબ્રિટીઓ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ ઉપરાંત પવન જોશીએ પણ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રણોત્સવની કેટલીક ઝલક બતાવી છે. જેમાં ટેન્ટ સીટીનો નજારો પણ જોવા મળી રહ્યો છે. પવન જોશી પણ તેના સોશિયલ મીડિયામાં કિંજલ સાથેની ઘણી તસવીરો શેર કરે છે, જેને પણ ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે.


તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ કિંજલ દવેએ તેનો જન્મ દિવસ ઉજવ્યો હતો, જેમાં તેના ભાવિ પતિ પવન જોશીએ તેના શાનદાર સરપ્રાઈઝ પણ આપી હતી, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

કિંજલ દવે તેના પિતા લલિત દવે સાથે અમેરિકાના પ્રવાસે ગઈ હતી, જ્યાં તે એક મહિના કરતા પણ વધારે સમય રોકાઈ હતી અને જયારે પરત ફરી ત્યારે તેનું ખુબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેના વીડિયો અને તસવીરો પણ સામે આવી હતી.

રણ ઉત્સવ ટેન્ટ સીટી ખાતે કિંજલ દવે હાલ પ્રવાસ પર છે જો હમણાં જ તેને વધુ તસવીરો પોસ્ટ કરી હતી અને સાથે લખ્યું હતું કે ‘હું આખી દુનિયામાં યાદો બનાવવા માંગુ છું અને તેની શરૂઆત મારા રાજ્યથી થઈ છે.’

કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી આ તમામ તસ્વીરોમાં કિંજલના ચહેરા ઉપર એક ખાસ ખુશી જોવા મળી રહી છે, તેનો હસતો ચેહરો પણ ઘણું બધું કહી આપે છે.

કિંજલ દવે અને તેના ભાઈ આકાશ દવેનો પ્રેમ પણ ચાહકોથી છૂપો નથી. બંને ભાઈ બહેન એક બીજાને ખુબ જ પ્રેમ કરે છે. ત્યારે કિંજલે તેના ભાઈ સાથેની પણ તસવીર શેર કરી છે, જેમાં તે ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

કિંજલ દવે અને તેનો પરિવાર હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ આગળ રહેતો જોવા મળે છે. કોરોના કાળમાં પણ કિંજલ અને તેનો પરિવાર લોકોની મદદે આવ્યો હતો. કિંજલનો આ ગુણ જ તેને ગુજરાતની લોકપ્રિય ગાયિકામાં સુમાર કરે છે.

Niraj Patel