દુબઈથી આવતાં જ સૌથી ફેમસ સિંગર કિંજલ દવે એ નવા ઘરમાં કળશ પધરાવ્યો, ઘરના માલિક કોણ છે જોઈ લો
પોતાના અવાજના જાદુથી ગુજરાતીઓના દિલ ઉપર રાજ કરનારી કોકીલકંઠી કિંજલ દવેને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેના ગીતો ગુજરાતની અંદર એ હદે લોકપ્રિય છે કે તેના આવનારા ગીતોની પણ લોકો કાકડોળે રાહ જોઈને બેઠેલા જોવા મળતા હોય છે. તેની ગીત આવતાની સાથે જ વાયરલ પણ થઇ જતું હોય છે.
કિંજલ દવે તેના ગીતો ઉપરાંત તેના અંગત જીવનને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા ઉપર તેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ હતી હોય છે અને લોકો તેને ખુબ જ પસંદ પણ કરતા હોય છે. હાલમાં જ કિંજલ દવે દુબઇના પ્રવાસે જઈને આવી છે અને તેની તસ્વીરો પણ તેને સોશિયલ મીડિયામાં શેર કરી છે.
કિંજલ દવેની તસવીરોને પણ ચાહકોએ ખુબ જ પસંદ કરી હતી, ત્યારે હાલમાં જ તેના પિતા લલિત દવે દ્વારા પણ સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે, જેમાં કિંજલ પોતાના હાથે નવા ઘરની અંદર માટલી મુકતા જોવા મળી રહી છે, તેની આ તસવીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
કિંજલ દવેના પિતા લલિત દવેએ આ તસવીરો શેર કરવાની સાથે કપેશનમાં પણ લખ્યું છે, “પ્રાર્થના ફળી માં ચેહરે કૃપા કરી, બળદેવ ભાઈને નવા મકાનની માટલી મહુર્તની શુભકામનાઓ માં ભગવતી ખૂબ સુખી રાખે એજ આશા સાથે માં ચેહરના ચરણોમાં પ્રાર્થના અને મારા દીલથી વંદન. જય ચેહર સરકાર જેસંગપુરા.”
લલિત દવે દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો દ્વારા અંદાજો લગાવી શકાય છે કે આ ઘર તેમના ભાઈનું છે અને તેમના નવા ઘરમાં માટલી મુકવાનું શુભ કામ કિંજલ દવેના હાથે કરવામાં આવ્યું છે. આ તસ્વીરોમાં કિંજલ તેમના હાથમાં માટલી લઈને ઉભેલી જોઈ શકાય છે, ઉપરાંત તેના ચહેરા ઉપર પણ ખુશી છલકતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયામાં સામે આવેલી આ તસ્વીરોમાં લલિત દવે અને તેમના પરિવારજનો જોવા મળી રહ્યા છે. સાથે જ આ તસ્વીરોમાં કિંજલ દવેનો ભાવિ ભરથાર પવન જોશી પણ નજર આવી રહ્યો છે. આ ઉપરાંત કિંજલ દવે ભાઈ આકાશ દવે સાથે પણ ઉભેલી જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથે દુબઈના પ્રવાસે ગઈ હતી, આ દરમિયાન તેનો ભાઈ આકાશ દવે પણ દુબઈમાં તેમની સાથે હતો, કિંજલ, પવન અને આકાશે તેમના સોશિયલ મીડિયામાં આ દુબઈના પ્રવાસની ઘણી બધી તસવીરો શેર કરી હતી.
તેમના આ દુબઇ પ્રવાસની તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી હતી. કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરો અને વીડિયોમાં દુબઇનો આલીશાન નજારો પણ જોવા મળી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે કિંજલ દવે પોતાના આ પ્રવાસની ઘણી તસવીરો શેર કરતી રહે છે, આ ઉપરાંત તેના કાર્યક્રમોની ઝાંખી પણ સોશિયલ મીડિયામાં બતાવતી રહે છે.