ઉદયપુરની આલીશાન હોટલમાં ભાવિ પતિ અને ભાઈ સાથે રજાઓનો આનંદ માણી રહી છે કિંજલ દવે, તસવીરો જોઈને તમે પણ ખુશ થઇ જશો

પોતાના ભાવિ પતિ સાથે રાજસ્થાનના ઉદયપુરમાં કોકીલકંઠી કિંજલ દવે માણી રહી છે વેકેશન, જુઓ શાનદાર તસવીરો

પોતાના કોકીલકંઠી અવાજ માટે જાણીતી ગાયિકા કિંજલ દવેના ગીતો ગુજરાતના ખૂણે ખૂણામાં સાંભળવા મળે છે. કિંજલ દવેએ પોતાના સુરીલા અવાજથી ગુજરાતી હૈયાઓ ઉપર રાજ કર્યું છે, કિંજલ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે.

હાલમાં કિંજલ દવે રાજસ્થાનના ઉદયપુરમાં રજાઓનો આનંદ માણી રહી છે. જેની કેટલીક તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે તો કેટલાક વીડિયો તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર શેર કર્યા છે. જે તેના ચાહકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યા છે.

કિંજલે દવે દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોની અંદર તે ખુબ જ સુંદર નજારા વચ્ચે પોતે પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેને આ સાથે જ પોતે કઈ જગ્યાએ છે તેનું લોકેશન પણ શેર કર્યું છે. તસ્વીરની અંદર જ પોતાનું લોકેશન તેને ઉદયપુરની લીલા પેલેસે હોટલ જણાવી છે.

આ તસવીરો શેર કરવાની સાથે કિંજલે ખુબ જ શાનદાર કેપશન પણ લખ્યું છે, કિંજલે કેપશનમાં એક ખુબ જ સુંદર હિન્દી શાયરી લખી છે, કિંજલે લખ્યું છે. “મુસાફિર કાલે પણ હતો, મુસાફિર આજ પણ છું, કાલે પોતાનાની શોધમાં હતો, આજે ખુદની શોધમાં છું !”

કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ઉપર ચાહકો ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા લોકોએ કોમેન્ટ કરી કિંજલની તસવીરો અને લોકેશનની સાથે સાથે તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા કેપશનના પણ વખાણ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

કિંજલ ઉદયપુરમાં એકલી રજાઓનો આંનદ નથી માણી રહી. આ દરમિયાન તેની સાથે તેનો ભાવિ પતિ પવન જોશી પણ છે. પવને પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં બે તસવીરો શેર કરી છે. જેમાં તે કિંજલ સાથે જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave Live (@kinjaldavelive)

પવને શેર કરેલી તસ્વીરોમાં બંને એકબીજા સામે પ્રેમાળ ભરી નજરે જોઈ રહેલા જોવા મળે છે. બંનેને જોતા એવું જ લાગે જાણે કે તે બંને એક બીજા માટે જ બન્યા છે. તે બંને કદાચ એવું પણ વિચારી રહ્યા હશે કે સમય અહીંયા જ રોકાઈ જાય, અને બંને એકબીજા સામે જ નીરખતા રહીએ.

તમને જણાવી દઈએ કે કિંજલ દવેની સગાઈ 19 એપ્રિલ, 2018ના પવન જોશી સાથે થઇ હતી. થોડા સમય પહેલા તેને પોતાની સગાઈની વર્ષગાંઠની પણ ઉજવણી કરી હતી, આ નિમિત્તે પણ કિંજલ અને પવન બંને સાથે જોવા મળ્યા હતા અને ઉજવણીની ખાસ તસવીરો પણ તેને શેર કરી હતી.

ગાયિકા કિંજલ દવે આજે ગુજરાતના ખૂણે ખૂણે ઓળખાતી એક ખ્યાતનામ પ્રતિભા છે. કિંજલ દવેના ગીતોના તાલે આખું ગુજરાત ઝૂલે છે. તેના ચાર ચાર બંગળી વાળા ગીતે તો ગુજરાતીઓને ખુબ નચાવ્યા. સોશિયલ મીડિયામાં પણ કિંજલ દવેના લાખો ચાહકો છે.

Niraj Patel