ગુજરાતની બે ખ્યાતનામ ગાયિકાઓ કિંજલ દવે અને ગીતાબેન રબારી અમેરિકામાં મળી ગયા આમને સામને, પછી કેમેરામાં કેદ થઇ શાનદાર તસવીરો, જુઓ

સ્વર્ગ જેવા અમેરિકાની બજારમાં બંને સિંગરે આપ્યા ખુબ સરસ પોઝ, ગીતાબેન રબારી અને કિંજલ દવેને એક સાથે એક જ ફ્રેમમાં જોઈને ચાહકો થયા ખુશ ખુશાલ

ગુજરાતની બે લોકપ્રિય ગાયિકાઓ કિંજલ દવે અને ગીતાબેન રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે અને બંને ગાયિકાઓ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે પોતાની એક એક અપડેટ પણ શેર કરતી રહે છે, આ ઉપરાંત તે સોશિયલ મીડિયામાં પોતાની શાનદાર તસવીરો પણ શેર કરતી રહે છે.

ગીતાબેન અને કિંજલ દવેની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતી હોય છે, ગીતાબેન અને કિંજલની જોડીને પણ ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે અને તેમની તસવીરો અને વીડિયોની પણ આતુરતાથી રાહ જોઈ રહેતા હોય છે, આ બંને ગાયિકાઓના સોશિયલ મીડિયામાં લાખો ફોલોઅર્સ છે.

ત્યારે હાલમાં જ કિંજલ દવે અને ગીતાબેન રબારીએ તેમના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, આ તસ્વીરોમાં ગીતાબેન અને કિંજલ બંને એક સાથે અમેરિકાની ધરતી ઉપર જોવા મળી રહ્યા છે, આ બંનેને એક સાથે જોઈને ચાહકો પણ ખુબ જ ખુશ થયેલા જોવા મળી રહ્યા છે અને તેમની આ તસવીરો ઉપર ઢગલાબંધ લાઈક અને કોમેન્ટ પણ કરતા જોવા મળે છે.

ગીતાબેન રબારી અને કિંજલ દવેનો ભેટો અમેરિકાના લાસ વેગાસમાં થયો હતો અને ત્યાંથી તેમણે સાથે તસવીરો ક્લિક કરાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, આ તસવીરો પોસ્ટ કરવાની સાથે કેપશનમાં તેમને લખ્યું હતું, “મિત્ર જે વેગાસમાં સાથે છે તે જીવનભર મિત્રો રહેવાના છે.”

ગણતરીના સમયમાં જ આ તસવીરો પોસ્ટ થવાની સાથે વાયરલ થઇ ગઈ હતી, આ તસ્વીરોને અત્યાર સુધી 1 લાખ 64 હજાર કરતા પણ વધુ લોકોએ લાઈક કરી છે, આ ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો કોમેન્ટ કરીને આ જોડીને પ્રસંશા કરી રહ્યા છે, ઘણા લોકો હાર્ટ ઈમોજી મૂકી રહ્યા છે તો કોઈ તેમની જોડીને સુંદર કહી રહ્યું છે.

આ ઉપરાંત પણ ગીતાબેન રબારીએ કેમેરા સામે પોઝ આપીને કેટલીક સોલો તસવીરો પણ લાસ વેંગસમાંથી ક્લિક કરાવી હતી, જેને પણ ચાહકોએ ખુબ જ પસંદ કરી હતી, આ તસ્વીરોમાં ગીતાબેન જીન્સ અને ટીશર્ટમાં એક ગાર્ડન પાસે ઉભા રહીને પોઝ આપતા જોવા મળ્યા હતા, ઘણા લોકોએ કોમેન્ટ કરીને તેમના આ લુકની પ્રસંશા પણ કરી હતી.

આ ઉપરાંત કિંજલ દવેએ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં તેની કેટલીક શાનદાર તસવીરો પણ શેર કરી છે. અસ તસ્વીરોમાં તે લાસ વેગાસનો સુંદર નજારો બતાવતી પણ જોવા મળી રહી છે, આ ઉપરાંત કિંજલે કેમેરા સામે શાનદાર પોઝ આપ્યા હતા, તેની આ તસવીરો પણ ચાહકોને ખુબ જ પસંદ આવી હતી.

આ તસ્વીરોમાં કિંજલ દવે જમ્પ શૂટ પહેરીને ઉભેલી જોવા મળી હતી, તેને ચશ્મા પણ પહેર્યા હતા અને સફેદ સ્નીકર્સ કેરી કર્યા હતા, આ ઉપરાંત તેણે એવા એવા પોઝ આપ્યા કે ચાહકો પણ તેની તસવીરોના દીવાના બની બેઠા હતા. તેની આ તસવીરો ઉપર પણ ઘણા બધા લોકો કોમેન્ટ કરી અને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા હતા.

Niraj Patel