કિંજલ દવે આજે કોઈ ઓળખની મોહતાજ નથી. ગુજરાતના દરેક ઘરમાં તે પોતાના સુરીલા અવાજના કારણે જાણીતી છે, કિંજલ દવેના ગીતો પણ લોકોને ખુબ જ પસંદ આવતા હોય છે. ત્યારે સ્ટેજ શોમાં પણ કિંજલ દવેના ગીતો દર્શકોને તેના તાલે ઝુમાવતા હોય છે. કિંજલ દવે ગુજરાતમાં અને દેશની બહાર પણ સ્ટેજ શો કરે છે.
છેલ્લા બે વર્ષથી નવરાત્રી ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કેટલીક છૂટછાટ સાથે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓ પણ મોજમાં છે. ચાલુ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી નથી મળી જેના કારણે ગરબાના મોટા કાર્યક્રમો માટે હજુ રાહ જોવી પડશે.
પરંતુ શેરી ગરબાની રોનક પણ અલગ જ હોય છે. શેરી ગરબામાં પણ ઘણા લોકો મન મૂકીને ઝુમતા હોય છે. ત્યાં આયોજનો પણ સરસ થતા હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે સ્ટેજ ઉપર ગરબા કલાકારો પણ નહોતોએ જઈ શક્યા, કિંજલ દવે પણ નવરાત્રીમાં સ્ટેજ ગરબા કરે છે, પરંતુ બે વર્ષથી તે પણ આ આનંદને માણી નહોતી શકી.
પરંતુ હાલમાં આણંદના વિવાહ પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ જોવા મળી હતી, જેમાં કિંજલ દવેએ લોકોને ગરબાના તાલે ઝુમાવ્યા હતા અને પોતે પણ સ્ટેજ ઉપર ગરબાનો અનેરો આનંદ માણ્યો હતો. જેને ઘણી બધી તસવીરો પણ કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ચાહકો પણ આ તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે.
આણંદના કરમસદમાં આવેલા વિવહ પાર્ટી પ્લોટની અંદર યોજાયેલ પ્રિ નવરાત્રી સેલિબ્રેશનની અંદર કિંજલ દવેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, કિંજલ દવેને પાલખી ઉપર રાજ કુમારીની જેમ બેસાડીને લાવવામાં આવી હતી. જે કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે.
કિંજલ દવે સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે, અને તેના તસવીરો અને વીડિયોને પણ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. કિંજલે પોતાના સોશિયલ મીડિયામાં આણંદમાં યોજાયેલા આ પ્રિ નવરાત્રી ઉજવણીની પણ ઘણી તસવીરો શેર કરી છે સાથે જ એક સરસ કેપશન પણ આપ્યું છે.
કિંજલ દવેએ સ્ટેજ ઉપર ગરબા રમતી તસવીરો પોસ્ટ કરવાની સાથે લખ્યું છે, “આખરે બે વર્ષ પછી સ્ટેજ ઉપર ચડી ગરબા રમાડવાનો હરખ તો જોવો.” કિંજલ આ તસ્વીરોમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. અને ચણિયાચોળીમાં તેની સુંદરતા વધુ નિખરી આવતી પણ જોવા મળી રહી છે.
કિંજલ દવેની સામે આવેલી તસ્વીરોની અંદર તે હાથમાં માઈક લઈને ગરબા ગાવાની સાથે ગરબા રમવાનો પણ આનંદ માણતી જોવા મળી રહી છે. આણંદના ગરબા રસિકોને કિંજલ દવેએ તેમના તાલ ઉપર ઝુમાવ્યા હતા અને અને આણંદમાં પણ આનંદ આનંદ પ્રસરાવી દીધો હતો.
કિંજલ દવેના ચાહકો આજે ખૂણે ખૂણે મળી જશે. તેના અવાજના જાદુ તે લોકોના દિલમાં જગાવે છે, તેનું આવેલું દરેક ગીત દર્શકોને ખુબ જ પસંદ આવે છે અને નવા ગીતની લોકો કાગડોળે રાહ પણ જુએ છે. ત્યારે નવરાત્રીમાં પણ કિંજલ દવે તેના સુમધુર અવાજથી લોકોના હૈયાને હચમચાવી દેતી હોય છે.