રાજા મહાબલીનો વેશ ધારણ કરીને SBI બેંકનો કર્મચારી પહોંચી ગયો બેંકમાં કામ કરવા, ગ્રાહકો પણ જોઈને પડી ગયા આશ્ચર્યમાં, જુઓ વીડિયો

આજે દરેક વ્યક્તિને કોઈને કોઈ માટે બેન્કમાં જવું પડતું હોય છે, ઘણી સરકારી બેંક એવી હોય છે જેમાં કલાકો સુધી તમારું 5 મિનિટનું કામ પણ પૂરું નથી થતું. ઇન્ટરનેટ ઉપર બેંકના ઘણા એવા મીમ પણ વાયરલ થતા હોય છે. પરંતુ જો તમે બેંકમાં જાવ અને ત્યાં તમને કોઈ રાજાના પહેરવેશ પહેરેલો કર્મચારી જોવા મળે તો આશ્ચર્ય થાય ને ? ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કર્મચારી રાજા મહાબલિનો વેશ ધારણ કરીને બેંકમાં કામ કરવા માટે બેઠો છે.

આ ઘટના સામે આવી છે કેરળમાંથી. જ્યાં એસબીઆઈના કર્મચારીએ ઓણમના તહેવાર નિમિત્તે મહાન રાજા મહાબલી જેવો પોશાક પહેર્યો હતો. આ ઘટના કેરળના થાલાસેરીમાં એસબીઆઈની શાખામાં બની હતી. રાજા મહાબલિના વેશમાં ટ્વિટર પર એક વીડિયો સામે આવ્યા બાદ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (SBI)નો એક કર્મચારી સોશિયલ મીડિયા પર દિલ જીતી રહ્યો છે.

આ ક્લિપ યુઝર નિક્સન જોસેફે શેર કરી છે. પોસ્ટના કેપ્શનમાં જણાવાયું છે કે આ ઘટના કેરળના થાલાસેરીમાં એસબીઆઈની શાખામાં બની હતી. ઓણમની શરૂઆતમાં, એસબીઆઈના કર્મચારીએ મહાન રાજા મહાબલીનો વેશ ધારણ કરવાનો નિર્ણય કર્યો. કેપ્શનમાં, નિક્સન જોસેફે કહ્યું, ‘એસબીઆઈ ટેલિચેરીનો એક કર્મચારી કાઉન્ટર પર મહાન રાજા મહાબલીનો પોશાક પહેરીને સેવા આપે છે, જેની વાર્ષિક તીર્થયાત્રા ઓણમ પર થાય છે. તેમની ભાવના અને ઉત્સાહને સલામ.

વાયરલ થઇ રહેલી આ કલીપને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચુક્યા છે અને લાઈક કરી ચુક્યા છે. ઘણા ઇન્ટરનેટ યુઝર્સે કર્મચારીના હાવભાવની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, ‘તેમના એનર્જી લેવલ અને કમિટમેન્ટને જોઈને ખૂબ આનંદ થયો.’ અન્ય એકે કહ્યું, ‘કર્મચારીઓ દ્વારા મહાન કામ, બેંકોએ પણ દરેક તહેવાર મહત્તમ ઉત્સાહ સાથે ઉજવવો જોઈએ.’ ત્રીજાએ લખ્યું, ‘ઓણમની ભાવનાની કદર કરો! આ કર્મચારી ખરેખર હિંમતવાન છે.

Niraj Patel