ખુંખાર કિંગ કોબરાને પણ લાગી તરસ, આમ તેમ મારવા લાગ્યો તરફડીયા પછી એક વ્યક્તિએ આખી બોટલ જ મોઢામાં મૂકી અને… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં સાપને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા રહે છે, ઘણા વીડિયોની અંદર સાપની વિવિધ પ્રજાતિઓ પણ જોવા મળે છે અને તેમાં પણ કિંગ કોબરાને લઈને ઘણા બધા વીડિયો સામે આવતા હોય છે. હાલ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે અને ગરમીમાં શરીરમાં પાણીની ખુબ જ જરૂર પડે છે. ત્યારે પ્રાણીઓને પણ તરસ લાગે છે, અને તેમાં પણ જો કિંગ કોબરા જેવા ખુંખાર સાપને તરસ લાગે અને પાણી ના મળે તો કેવી હાલત થાય ?

હાલ સોશિયલ મીડિયામાં આવી જ એક ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.  આ વીડિયો IFS ઓફિસર સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું, ‘દયાળુ અને નમ્ર બનો, આ આપણો પણ વારો હોઈ શકે છે!  સોશિયલમ મીડિયામાં આ ક્લિપને હજારો લોકોએ નિહાળી છે. તો ઘણા લોકો લાઈક કરીને પ્રતિક્રિયા પણ આપ રહ્યા છે.

આ વીડિયો 58 સેકન્ડનો છે. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વિશાળકાય કિંગ કોબ્રા જમીન પર છે, જેને માણસ પૂંછડીથી પકડી લે છે. જ્યારે તેની સામે ઊભેલો ફોરેસ્ટર સાપ પકડવાના સળિયાની મદદથી કોબ્રાના માથાને કાબૂમાં રાખે છે અને પોતાના હાથથી પાણી પીવડાવીને તેની તરસ છીપાવે છે. આશ્ચર્યજનક ત્યારે થાય છે જ્યારે કોબ્રા હુમલો કરવાને બદલે શાંતિથી પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાનું શરૂ કરે છે.

આ અંગે સેંકડો યુઝર્સ પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. કેટલાકે લખ્યું કે તેઓને આશા છે કે આ કોબ્રાને બચાવીને સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હશે. આ ઉપરાંત કેટલાક યુઝર્સે લખ્યું કે તે જીવલેણ પણ હોઈ શકે છે, તેઓ કિંગ કોબ્રાની ખૂબ નજીક હતા.તો ઘણા આ અધિકારીઓને સલામ કરી અને કહ્યું કે આ ખૂબ જ સુખદ નજારો છે. તરસ્યાને પાણી આપવું એ ખુબ જ પુણ્યનું કામ છે.

Niraj Patel