કિમ શર્માનો પોલ ડાન્સ વીડિયો થયો વાયરલ, જૂની ગર્લફ્રેન્ડને જોતા ક્રિકેટર યુવરાજ સિંહથી ન રહેવાયું જુઓ શું કરી બેઠો

પુરાની ગર્લફ્રેન્ડનું આવું મજેદાર બોલ્ડ ફિગર જોઈને યુવરાજ સિંહથી ન રહેવાયું જુઓ શું કરી બેઠો

બોલિવૂડ અભિનેત્રી કિમ શર્મા ફિલ્મો કરતાં વધુ તેના અંગત જીવનને લઈને અને ખાસ કરીને સંબંધોને લઈને હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં એવી ખબરો આવી હતી કે તે મહાન ટેનિસ ખેલાડી લિએન્ડર પેસને ડેટ કરી રહી છે. ત્યારે હવે કિમ શર્મા આ વખતે પોલ ડાન્સને લઈને ચર્ચામાં છે.

કિમ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં કિમ બ્લેક સ્પોર્ટ્સ આઉટફિટ અને પિંક શોર્ટ્સ પહેરીને પોલ ડાન્સ કરતી જોવા મળી રહી છે. કિમ શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. કિમની સ્કિન ખૂબ સુંવાળી છે. ચાહકો પણ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. જોકે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને તેમનો પોલ ડાન્સ જરાય પસંદ ન હતો આવ્યો.

તેણે કોમેન્ટ કરીને કિમ શર્માની મજાક ઉડાવી હતી. પોતાના પોલ ડાન્સિંગ વીડિયો શેર કરતા કિમે લખ્યું, “અઠવાડિયાના મધ્યમાં આરીફા ભિંડરવાલાની સાથે પોલ ડાન્સ કર્યો. આરિફા ભિંડરવાલા દેશની લીડિંગ પોલ ડાન્સર્સમાંથી એક છે.

કિમનો વીડિયો જોયા બાદ યુવરાજ સિંહે લખ્યું ‘વાહ શું રાગ છે કયુ ગીત ગાઈ રહ્યા છો મેડમ તમે’ આ પછી તેણે હસતા ઇમોજી પણ પોસ્ટ કર્યા. યુવરાજની કોમેન્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી હતી. એક યુઝરે લખ્યું ‘યુવરાજ સિંહ આ કદાચ બાળપણનો પ્રેમ છે. માત્ર મજાક કરતો હતો.’બીજા એક યુઝરે લખ્યું, ‘પાજી આ એક નવું ગીત છે, જે ફક્ત આ મેડમ જ જાણે છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે તમારી અને આમની જોડી ખુબ જ સારી લગતી હતી.

કિમ શર્મા ગયા મહિને ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે લિએન્ડર પેસ સાથે તેની વેકેશનની તસવીરો વાયરલ થઈ હતી. બંને ગયા મહિને ગોવામાં સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. તે પહેલા બંને જૂનમાં સાથે જોવા મળ્યા હતા. પછી ફોટોગ્રાફરોએ મુંબઈના બાંદ્રામાં લિએન્ડર પેસ અને કિમ શર્માને સાથે જોયા હતા.

જણાવી દઈએ કે કિમનું નામ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ સાથે પણ જોડાયેલું હતું. યુવરાજ અને કિમ શર્મા ઘણી વખત મીડિયા હેડલાઇન્સ બન્યા હતા. વર્ષ 2003માં કિમ શર્મા અને યુવરાજ સિંહ વચ્ચે અફેરના અહેવાલો આવ્યા હતા. બંનેનું અફેર લગભગ ચાર વર્ષ સુધી ચાલ્યું પરંતુ પછી તેમના સંબંધોમાં અણબનાવ આવ્યો. કિમ અને યુવરાજનું 2007માં બ્રેકઅપ થયું હતું.

એક ઇન્ટરવ્યૂમાં યુવરાજે કહ્યું હતું કે તેમની વચ્ચે કોઈ સમજણ હતી નહિ. આ પછી કિમ શર્માએ 2010માં બિઝનેઝમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા. તે મુંબઈ છોડીને કેન્યામાં સ્થાયી થયા હતા. થોડા સમય પછી કિમના પતિએ તેને બીજી છોકરી માટે છોડી દીધી હતી. કિમનું નામ ‘રોક ઓન’ ડિરેક્ટર અભિષેક કપૂર અને ડિઝાઇનર અર્જુન ખન્ના સાથે પણ જોડવામાં આવેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Kimi Sharma (@kimsharmaofficial)

Patel Meet