“ધ કપિલ શર્મા શો”માં ‘બચ્ચા યાદવ’નું પાત્ર નિભાવતા કીકૂ શારદાની પત્ની છે ખૂબસુરત, તસવીરો જોતા જ રહી જશો હેરાન

“ધ કપિલ શર્મા શો”ના બચ્ચા પાંડેની પત્ની છે ખૂબ જ ખૂબસુરત, તસવીરોથી હટાવી નહિ શકો નજર

કપિલ શર્માના કોમેડી શો “ધ કપિલ શર્મા શો”માં કયારેક પલક, કયારેક સંતોષ તો કયારેક બચ્ચા યાદવના પાત્રમાં જોવા મળતા અભિનેતા કીકૂ શારદા વિશે લોકો ઘણુ જાણે છે. પરંતુ તેમની પત્ની અને પરિવાર વિશે લોકો ઓછુ જાણે છે. જણાવી દઇએ કે, 45 વર્ષિય કીકૂ કયારેક તેમના ડાંસ મૂવ્સથી ઓડિયન્સને એન્ટરટેઇન કરતા હતા તો કયારેક તેમની કોમિક ટાઇમિંગ લોકોને હસવા માટે મજબૂર કરી દે છે.

પરંતુ શું તમે જાણો છો કે, કીકૂ ટીવીના હાઇલી એજ્યુકેટેડ સેલેબ્સમાંના એક છે. કીકૂએ પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા અને તેઓ હવે બે બાળકોના પિતા છે. બંનેની જોડી કમાલની છે. કીકૂ અને પ્રિયંકાના દીકરાનું નામ આર્યન અને શોર્ય છે. બંને મળીને દીકરાઓની સારી રીતે દેખરેખ રાખે છે. બંને વચ્ચે તાલમેલ પણ કમાલનો છે.

કીકૂ શારદાની પત્ની પ્રિયંકા શારદા લાઇમલાઇટથી દૂર રહે છે અને પબ્લિક ઇવેન્ટમાં ઓછી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ પ્રિયંકા એક્ટિવ નથી. પરંતુ કીકૂ શારદા પત્ની સાથેની તસવીરો પોસ્ટ કરતા રહે છે. કીકૂ શારદાનો જન્મ 14 ફેબ્રુઆરી 1975ના રોજ રાજસ્થાનના જોધપુરમાં એક મારવાડી પરિવારમાં થયો હતો. તેમના બે ભાઇ અમિત સિદ્ધાર્થ અને સુદર્શન શારદા છે. કીકૂનું અસલી નામ રાઘવેન્દ્ર શારદા છે.

રોજગારને કારણે કીકૂના પિતા રાજસ્થાનથી મુંબઇ શિફ્ટ થઇ ગયા હતા. કીકૂએ અમબીએની ડિગ્રી લીધેલી છે. એમબીએ બાદ જયારે તેમણે અભિનય માટે ટીવી ઇન્ડસ્ટ્રી જોઇન કરી તો મિત્રોએ કહ્યુ હતુ કે, તેણે ડિગ્રી બેકાર કરી દીધી. કીકૂ અનુસાર, તે એક એવા પરિવારમાંથી આવે છે જયાં વધારે લોકો બિઝનેસ ફીલ્ડમાં છે. પરંતુ તેઓ હંમેશાથી અભિનેતા બનવા માંંગતા હતા.

સ્કૂલના દિવસોમાં તેઓ ઘણા ડ્રામા કોમેપિટિશનમાં ભાગ લેતા હતા અને પ્રાઇઝ પણ જીતતાા હતા. આ કારણ તેમને અભિનયના ફીલ્ડમાં આગળ વધવાનું મોટિવેશન મળ્યુ. પ્રિયંકા “નચ બલિયે 6″માં કીકૂ શારદા સાથે જોવા મળી હતી. બંનેએ વર્ષ 2013માં ડાંસિગ રિયાલિટીમાં ભાગ લીધો હતો. લોકોએ બંનેની જોડીને ખૂબ પ્રેમ આપ્યો હતો. પરંતુ તે જલ્દી જ શોથી બહાર થઇ ગયા હતા. પ્રિયંકા કપલ સ્પેશિયલ એપિસોડમાં કપિલ શર્મા શોમાં જોવા મળી હતી.

વર્કફ્રંટની વાત કરીએ તો, કીકૂ શારદા નાના પડદા પર “ધ કપિલ શર્મા શો”માં કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તે ઘણી ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે. છેલ્લી વાર તે અંગ્રેજી મીડિયમમાં ઇરફાન ખાન અને રાધિકા મદાન સાથે જોવા મળ્યા હતા, આ ફિલ્મમાં તેમણે ગજ્જુનું પાત્ર નિભાવ્યુ હતુ.

Shah Jina