ટ્રેનની અંદર બે છોકરાઓએ ગાયું “મેરે રશ્કે કમર” ગીત, સાંભળીને લોકો થઇ ગયા મંત્રમુગ્ધ, જુઓ વીડિયો

આજે જમાનો આધુનિક બની ગયો છે, અને સોશિયલ મીડિયાનો પ્રચાર પ્રસાર એટલો વધી ગયો છે કે આ માધ્યમ દ્વારા ઘણા લોકોને નામના પણ મળી ગઈ છે. રેલવે સ્ટેશન ઉપર ગીત ગાતી રાનુ માંડલને જ જોઈ લો, તે રાતો રાત સ્તર બની ગઈ એવા તો ઘણા કિસ્સાઓ આપણી આસપાસ છે.

હાલ સોશિયલ મીડિયામાં એવા જ બે છોકરાઓનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે ટ્રેનની અંદર ગીત ગાઈ રહ્યા છે અને તેમનો અવાજ સાંભળીને સૌ કોઈ મંત્રમુગ્ધ થઇ જાય છે.  આ બંને છોકરાઓ “બાદશાહો” ફિલ્મના “રશ્કે કમર ગીત” ગાઈ રહ્યા છે. જેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

જે રીતે આ ગીતને રાહત ફતેહ અલી ખાન દ્વારા ગાવામાં આવ્યું છે, એવા જ અંદાજમાં આ બંને છોકરાઓ પણ ગીતને ગાઈ રહ્યા છે. આ વીડિયોને ફેસબુક યુઝર્સ ચંદન દ્વારા શેર કરવામાં આવ્યો છે, સાથે તેને કેપશનમાં લખ્યું છે, “આ સ્ટ્રીટ સિંગર બધા ગાયકોથી વધારે સારું ગાય છે.”

વીડિયોની અંદર જોઈ શકાય છે કે છોકરાના હાથમાં એક વાદ્ય યંત્ર છે અને તે તેને વગાડી રહ્યો છે. તો બીજી એક છોકરો પથ્થરથી મ્યુઝિક આપી રહ્યો છે. ત્યારબાદ તે ગાવાનું શરૂ કરે છે. તેમને સાંભળીને લોકો પણ તેમને જોતા જ રહી જાય છે. જુઓ તમે પણ આ વીડિયો…

Niraj Patel