રામનવમી પર આ બે બાળકોએ જીત્યા યુઝર્સના દિલ, એવા સુરીલા અવાજમાં ગાયું “કથા સુનાતે હે..” ગીત કે લોકો બન્યા આફરીન

વાહ શું સંસ્કાર છે… આ બે માસુમ બાળકોએ લવ કુશ બનીને ગાયું રામાયણનું ગીત, જોનારા પણ થયા ભાવ વિભોર… જુઓ વીડિયો

ગઈકાલે દેશભરમાં રામ નવમીનો તહેવાર ખુબ જ ધમધુમથી ઉજવવામાં આવ્યો. આ તહેવાર નિમિત્તે મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. ઠેર ઠેર ભજન કીર્તિન અને ધૂન ચાલી હતી તો ઘણી જગ્યાએ શોભાયાત્રા પણ નીકળી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ આ ઉજવણીના ઘણા બધા વીડીયો સામે આવ્યા હતા.

પરંતુ હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને સૌના દિલ જીતી લીધા છે. આ વીડિયોને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં બે માસુમ બાળકો ખુબ જ સુરીલા અવાજની અંદર “યે રામાયણ હે પુણ્ય કથા શ્રી રામ કી” ગાઈ રહ્યા છે.

બાળકોનો આ સુરીલો અંદાજ અને પ્રભુ શ્રી રામને સમર્પિત આ ગીત સાંભળીને લોકો પણ આફરીન બન્યા હતા અને બાળકોની પ્રસંશા કરતા જોવા મળ્યા. પિયુષ ગોયલ દ્વારા શેર કરવામાં આ વીડિયોને અત્યાર સુધીમાં 5 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે અને 24 હજાર કરતા પણ વધારે લોકોએ લાઈક કર્યો છે.

આ સાથે જ ઘણા લોકો આ વીડિયોમાં કોમેન્ટ અને રીટ્વીટ પણ કરી રહ્યા છે. ઘણા બધા યુઝર્સે આ વીડિયોના રિપ્લાયમાં રામ નવમીની શુભકામનાઓ પાઠવી તો ઘણા લોકો આ બાળકોના વખાણ પણ કર્યા હતા. એક યુઝર્સે કહ્યું કે, “લવ કુશનું અદભુત પર્ફોમન્સ, તો કોઈએ કહ્યું કે આ વીડિયોએ દિલ જીતી લીધા”

Niraj Patel