12માં માળેથી પડી ગઈ 2 વર્ષની બાળકી, ડિલિવરી બૉયે આ રીતે બચાવ્યો જીવ, જુઓ હૃદય કંપાવી દેનારો વીડિયો

હૃદય કંપાવી દેનારો વીડિયો: રમતા રમતા 12માં માળેથી નીચે પડી ગઈ 2 વર્ષની માસુમ બાળકી, ડિલિવરી બૉયે આ રીતે બચાવ્યો જીવ

બાળકો રમતા રમતા ક્યારે પડી જાય તેની ખબર જ નથી પડતી, ઘણીવાર તો આપણી નજર સહેજ ચુકી જાય અને બાળક કંઈપણ કરી બેસે, ત્યારે તેને સાચવવાની જવાબદારી ખુબ જ વધી જતી હોય છે, પરંતુ આ દરમિયાન એક હૃદય કંપાવી દેનારો વીડિયો હાલ સામે આવ્યો છે, જેમાં એક 2 વર્ષની બાળકી 12માં માળેથી નીચે પડતી દેખાઈ રહી છે.

આ વીડિયો વિયેતનામનો છે.  વિયતનામના હેનોઈમાં એક ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક ડિલિવરી બોય દ્વારા 12માં માળેની બાલ્કનીમાંથી એક બાળકી પડી રહી હતી ત્યારે તેને બચાવી લીધી છે.

સોશિયલ મીડિયા ઉપર નગુયેન નાગોસ નામના આ ડિલિવરી બોયની બહાદુર અને તેની સમજનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 32 વર્ષીય નાગોસ રવિવારની સાંજે પાંચ વાગે પોતાની કારમાં સમાનની ડિલિવરી કરવા માટે ગ્રાહકની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે જ તેને એક બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો.

તેના જણાવ્યા અનુસાર તેને જોયું કે એક નાની બાળકી બાલ્કની ઉપર રડતા રડતા લટકી રહી છે અને તે એકદમ નીચે પાડવાની હતી. તેને જણાવ્યું કે તે તરત જ તેની કારમાંથી નીચે ઉતરી ગયો અને પાસેની ઇમારત ઉપર ચઢી ગયો જેના કારણે બાળકીને કેચ કરવા માટે તેને યોગ્ય જગ્યા મળી શકે.

એવામાં જયારે બાળકીનો હાથ 164 ફૂટ ઊંચાઈએથી લપસી ગયો તો સમજદારી સાથે નાગોસ દ્વારા તેને કેચ કરી લેવામાં આવી. તેના જણાવ્યા અનુસાર તેને પૂરતો પ્રયત્ન કર્યો કે બાળકી જમીન ઉપર ના પડે.

નાગોસે કહ્યું કે સૌભાગ્યથી બાળકી મારા ખોળામાં આવીને પડી અને મેં જલ્દી જ તેને ગળે લગાવી લીધી. ત્યારબાદ જયારે તેના મોઢામાંથી લોહી પડતું જોયું ત્યારે હું ખુબ જ ડરી ગયો હતો. ત્યારબાદ બાળકીને તરત નેશનલ ચિલ્ડ્રેન હોસ્પિટલ લઇ જવામાં આવી. ત્યાર બાદ ડોકટરે જણાવ્યું કે તેને થાપામાં વાગ્યું છે. પરંતુ તે ઠીક થઇ જશે.

નાગોસે કહ્યું કે 12મ આ માળેથી પડવા છતાં પણ બાળકીનો જીવ બચી ગયો તેના કારણે તે ખુબ જ ખુશ છે. તેનું કહેવું છે કે બધું જ ખુબ જ જલ્દી બની ગયું. પરંતુ તેને બાળકથી પોતાની નજર ના હટાવી અને છેલ્લે તે બચી ગઈ.

નાગોસના આ કામની હવે ખુબ જ પ્રસંશા થઇ રહી છે. લોકો હવે તેને સુપર હીરો કહી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ તેના આ પ્રયાસને ખુબ જ વખાણવામાં આવી રહ્યો છે.

Niraj Patel