ટ્રાન્સપરન્ટ ટોપની અંદર નજર આવી શ્રીદેવીની દીકરી, ચપ્પલની કિંમત જાણીને જ ઉડી જશે તમારા હોશ

બોલીવુડના સિતારાઓની જેમ તેમના બાળકો પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે આ દરમિયાન જ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી ખુશી કપૂર પણ ચર્ચામાં છવાયેલી છે. ખુશી કપૂરને ઘણી જગ્યાએ સ્પોટ કરવામાં આવે છે ત્યારે તેના અવનવા લુક ચર્ચાનો વિષય બનતા હોય છે.

હાલ ખુશી કપૂરનું ટ્રાન્સપરન્ટ ટોપ અને તેના ચપ્પલ ચર્ચાનો વિષય બની રહ્યા છે. હાલમાં જ ખુશીની મુંબઈના અંધેરીમાં એક જિમની બહાર સ્પોટ કરવામાં આવી હતી ત્યારે તેનો આ લુક જોવા મળ્યો હતો.

ખુશીએ આ દરમિયાન સ્પોર્ટ્સ બ્રા ઉપર પારદર્શી ટોપ પહેર્યું હતું. તો તેની સાથે તેને કાળું પાટલુન અને ટ્રેન્ડી સ્લીપર પહેર્યા હતા. જેમાં તે એક એથ્લીટ લાગી રહી હતી. પોતાના હાથમાં મોબાઈલ ફોન રાખીને તેને ફોટોગ્રાફરને પણ ખુબ જ પોઝ આપ્યા હતા.

ખુશીએ પહેરેલી સ્લીપરની કિંમત જયારે બહાર આવી ત્યારે ચાહકોના પણ હોશ ઉડી ગયા હતા. ખુશીએ જે સ્લીપર પહેરી હતી તેની કિંમત 44,500 રૂપિયા જણાવવામાં આવી રહી છે. હાલ ખુશી અમેરિકામાં પોતાના અભિનયનો અભ્યાસ કરી રહી છે.

તો ખુશીની બહેન જાહ્નવી કપૂરે બોલીવુડમાં ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ “ધડાક”થી પોતાનું ડેબ્યુ પણ કરી લીધું છે. આ ઉપરાંત તે ફિલ્મ “ગુંજન સક્સેના”માં પણ નજર આવી ચુકી છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઇ હતી.

Niraj Patel