ફ્લોરલ બિકિની પહેરી સમુદ્રના પાણીમાં ઉતરી શ્રીદેવીની લાડલી , કર્વી ફિગર જોઇ ચાહકોનો છૂટ્યો પરસેવો

ખુશી કપૂરની બોલ્ડ તસવીરો થઇ વાયરલ, સાથે જોવા મળ્યો આ શખ્સ, યુઝર્સ બોલ્યા- ક્યાં ફરી રહી છે ?

શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂર થોડા સમય પહેલા તેની ફિલ્મ ‘નાદાનિયાં’ને કારણે હેડલાઇન્સમાં હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન ખુશી કપૂર સાથે જોવા મળ્યા હતા. ત્યારે હવે ખુશી વેકેશનનો આનંદ માણી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાના વેકેશનના કેટલાક ફોટા શેર કર્યા છે. ખુશીએ વેકેશન દરમિયાન બોલ્ડ લુક અપનાવ્યો હતો, જેના ફોટોઝ તેણે ચાહકો સાથે શેર કર્યા છે.

ખુશી કપૂર ઘણીવાર પોતાના ફ્રી સમયમાં ફરવા જાય છે. જો કે આ વખતે તેણે એ નથી જણાવ્યું કે તે ક્યાં ફરવા ગઈ છે. પરંતુ સામે આવેલી તસવીરોમાં ખુશીનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. ખુશીએ બિકીનીમાં ઘણી તસવીરો શેર કરી છે. ખુશી કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ખુશી કપૂર આ વેકેશન પર તેના મિત્ર ઓરી સાથે છે.

ખુશી બિકિનીમાં પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ખુશીએ બ્લેક ફ્લોરલ બિકિની પહેરી હતી અને આ સાથે વાળમાં બન, ગ્લોસી મેકઅપ અને આંખો પર ચશ્મા લગાવીને પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. ખુશી બે તસવીરોમાં મેક્સી ડ્રેસમાં પણ જોવા મળી હતી, જેમાં પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની સુંદરતા જોઈને ચાહકો પણ અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે ઓરીએ આ વેકેશનનો એક વીડિયો પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં ખુશી પણ જોવા મળી રહી છે. ખુશી કપૂરે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીસ’ થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે ‘લવયાપા’માં જોવા મળ્યો. આ ફિલ્મમાં ખુશી સાથે આમિર ખાનનો દીકરો જુનૈદ જોવા મળ્યો હતો. ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ પસંદ પડી હતી.

Shah Jina
error: Unable To Copy Protected Content!