કેન્યાની અંદર શાકભાજી વાળો પણ બોલે છે કડકડાટ ગુજરાતી? તેનો લહેકો અને બોલવાની રીત જોઈને તમે પણ ખુશ થઇ જશો, જુઓ વીડિયો

આપણા ત્યાં એક કવિતા ખુબ જ પ્રચલિત છે. “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત”. ગુજરાતીઓ દુનિયાના દરેક ખૂણે તમને જોવા મળી જશે અને ગુજરાતીઓ જ્યાં પણ જાય ત્યાં વાતાવરણ હર્યુંભર્યું બનાવી દેતા હોય છે.

વિદેશમાં રહેતા ગુજરાતીઓના ઘણા વીડિયો પણ સામે આવતા હોય છે. ઘણીવાર આ વીડિયોની અંદર વિદેશીઓ પણ ગુજરાતી બોલતા સંભળાતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો કેન્યમાંથી સામે આવ્યો છે, જેમાં એક શાકવાળો ગુજરાતીમાં કડકડાટ વાત કરતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ તેનો અંદાજ જોઈને ગુજરાતીઓ પણ ખુબ જ ખુશ થઇ ગયા.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક શાકવાળો એક ઘર પાસે આવે છે અને  ઘરમાં રહેલા એક બહેન સાથે શાકભાજીના ભાવ તાલ કરી રહ્યો છે. બહેન તેને પૂછે છે કે બટાકા શું ભાવ આપ્યા ત્યારે તે શકાવાળો ગુજરાતીમાં જ કહે છે કે 80ના કિલો, ત્યારે બહેન કહે છે કે હું બજારમાંથી 60ના કિલો લાવી. ત્યારે શાકવાળો કહે છે કે આ બટાકા સારા છે.

શાકવાળો એમ પણ કહે છે કે બે કિલો લઈ આવું કે પાંચ કિલો ત્યારે બહેન ના કહે છે અને ભાવ કરવાનું કહે છે, ત્યારે શાકવાળો કહે છે કે 90 રૂપિયાના છે પણ તમને 80માં આપું છું. જેના બાદ બહેન ડુંગળીનો ભાવ પૂછે છે અને શાકવાળો કહે છે 120 છે પણ હું તમને 100માં આપીશ. જેના બાદ બહેન ટામેટાનું પૂછતાં તે ટામેટાના પણ 100 રૂપિયા કહે છે.

આ દરમિયાન બહેન કહે છે કે કાલે તમે ટામેટા આપી ગયા હતા તેમાંથી ત્રણ ખરાબ નીકળ્યા ત્યારે શાકવાળો કહે છે કે આજે ટામેટા બહુ સારે છે. જેના બાદ બહેન કહે છે કે ત્રણેય એક એક કિલો કરી દે અને પછી શાકવાળો તેની લારી પાસે જાય છે અને બટાકા, ડુંગળી અને ટામેટા ભરવા લાગે છે.

આ દરમિયાન એક ભાઈ આ શાકવાળાને ગુજરાતીમાં જ પૂછે છે કે “તને ગુજરાતી કોને શીખવાડ્યું ?” ત્યારે તે શાકવાળો કહે છે કે “હું તો બધું બોલીશ”. તેના બાદ તે ભાઈ તેને “ઇન્ડિયા જતા રહેવાનું કહે છે.” ત્યારે શાકવાળો કહે છે કે “હું ઇન્ડિયા જઈશ અને બધા મને પૂછશે ત્યારે હું કપડાંને એવું બધું કહીશું તો લોકો મને જોઈને હસશે.” આટલું કહીને તે પોતાની લારી લઈને ચાલ્યો જાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ તથા જ કોમેન્ટ કરનારાની ભરમાર લાગી ગઈ છે. ઘણા લોકોને આ નજારો ખુબ જ પસંદ આવ્યો છે, તો ઘણા લોકોને આ વિદેશી શાકવાળાની ગુજરાતીમાં બોલાવો અંદાજ, તેનો લહેકો અને તેની વિનમ્રતા પણ ખુબ જ પંસદ આવી રહી છે.  જો કે આ વીડિયો કેન્યાનો છે કે પછી બીજા કોઈ સ્થળનો તેની પુષ્ટિ “ગુજ્જુરોક્સ” નથી કરતું, પરંતુ આ વીડિયો ગુજરાતીઓને મોજ જરૂર કરાવી રહ્યો છે.

Niraj Patel