8માં ધોરણમાં ભણતા મયંકે રચ્યો ઇતિહાસ, KBC 15માં અઘરા સવાલનો જવાબ આપી બન્યો સૌથી નાની ઉંમરનો કરોડપતિ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
હરિયાણાના મહેંદ્રગઢનો રહેવાસી મયંક KBC Juniorમાં કરોડપતિ બન્યો છે. તે ‘કોન બનેગા કરોડપતિ જુનિયર’માં એક કરોડ રૂપિયા (પોઇન્ટ્સ) જીતનાર સૌથી યુવા પ્રતિભાગી છે. 13 વર્ષિય મયંક ધોરણ 8માં અભ્યાસ કરે છે. મયંકના કરોડપતિ બન્યા બાદ હરિયાણાના સીએમ મનોહર લાલે પણ ફોન પર વાત કરી મયંક અને તેના પરિવારને શુભકામના આપી હતી.
KBC 15માં 8 વર્ષના છોકરાએ કર્યો કમાલ
તેમણે મયંકના ઉજ્જવલ ભવિષ્યની કામના પણ કરી. એટલું જ નહિ સીએમએ તેમને ચંડીગઢ આવવાનું પણ આમંત્રણ આપ્યુ. મયંકને એક કરોડ માટે સવાલ પૂછવામાં આવ્યો હતો કે કયા યુરોપીય માનચિત્રકારને તે માનચિત્ર બનાવવાનો શ્રેય આપવામાં આવે છે, જેમાં નવા શોધવામાં આવેલ મહાદીપને અમેરિકા નામ આપવામાં આવ્યુ હતુ. આ સવાલનો જવાબ હતો Martin Waldseemulier.
1 કરોડ રૂપિયા જીત્યા બાદ ગેમ કરી ક્વિટ
આ પછી મયંકને 7 કરોડનો પણ સવાલ પૂછવામાં આવેયો હતો પણ તેણે ગેમ ક્વિટ કરવાનો નિર્ણય કર્યો. મયંકે આ જીત બાદ તેના માતા-પિતાનું જ નહિ પણ પરંતુ સમગ્ર હરિયાણાનુ નામ રોશન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને મયંકનું ટેલેન્ટ જોઈ તેના માતા-પિતાને પૂછ્યું તો તેમણે મયંકની રુચિઓ વિશે જણાવ્યું.
માતા-પિતાના માર્ગદર્શનથી જીત અને ઉપલબ્ધિ હાંસલ કરી
1 કરોડ રૂપિયા જીત્યા પછી મયંક રડવા લાગ્યો હતો, જો કે ત્યારે અમિતાભ બચ્ચને આવીને તેને ગળે લગાવ્યો. મયંકે જણાવ્યું કે, તેના માતા-પિતાના માર્ગદર્શનથી તે આ જીત અને ઉપલબ્ધિ હાંસલ કરી શક્યો છે. મયંકે 1 કરોડ રૂપિયાનો જવાબ આપવા માટે એક્સપર્ટની મદદ લીધી.
View this post on Instagram
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં