કાતિલ મા : પાવડાથી કાપી દીધુ ચાર વર્ષના એકના એક દીકરાનું ગળુ, ના મર્યો તો ચૂલામાં નાખી બાળ્યો….પિતા જોતા રહ્યા દર્દનાક દ્રશ્ય- વાંચી તમે પણ ધ્રુજી જશો

પાવડાથી એકના એક દીકરાનું માએ કાપ્યુ ગળુ, લાશને ચૂલામાં સળગાવી…કેમ જિગરના ટુકડાની કાતિલ બની મા ? જાણો

ઉત્તર પ્રદેશના બિજનૌરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ તેના ચાર વર્ષના પુત્રની ગરદન પાવડાથી કાપી નાખી. આ પછી, મહિલાએ પહેલા મૃતદેહને ચૂલામાં સળગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે લાશ ન બળી તો તેણે ગેસના ચૂલા પર રાખી દીધી. જ્યારે મહિલાના પતિએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો મહિલાએ તેના પર પણ પાવડા વડે હુમલો કર્યો.

માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલાની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા તેના પિયર જવા માંગતી હતી, પરંતુ તેના પરિવારના સભ્યો તેને જવા દેતા ન હતા, એટલે ગુસ્સામાં આવીને મહિલાએ આ કુકર્મ આચર્યું. પોલીસને આપેલા નિવેદનમાં મહિલાના પતિ અને પરિવારના અન્ય સભ્યોએ જણાવ્યું કે શેરડીની ફસલમાં આ સમયે ખાદ પાણીનું કામ ચાલી રહ્યુ છે, જેને કારણે બધા લોકો મહિલાને પિયર જવાથી રોકી રહ્યા હતા.

જો કે તે પોતાની જીદ પર અડગ હતી. આ દરમિયાન ઘરના તમામ લોકો ખેતરમાં કામ કરવા ગયા ત્યારે મહિલાએ ઘરમાં રાખેલો પાવડો ઉપાડીને તેના જ ચાર વર્ષના બાળકનું ગળું કાપી નાખ્યું, આ પછી તેણે મૃતદેહને ચૂલામાં નાખીને સળગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ લાંબો સમય થવા છતાં પણ મૃતદેહ ન સળગતા લાશના ટુકડાને ગેસના ચૂલા પર મૂકી સળગાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન મહિલાનો પતિ ઘરમાં આવ્યો અને તેણે આ જોયુ તો તે મહિલાને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યો.

આરોપી મહિલાએ ફરીથી પાવડો ઉપાડ્યો અને પતિ તરફ ભાગી. ભારે મુશ્કેલીથી આજુબાજુના લોકોએ મહિલા પાસેથી પાવડો આંચકી લીધો અને પોલીસને જાણ કરી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાની માનસિક સ્થિતિ સારી નથી. કસ્ટડીમાં પણ તે ગાંડા જેવું વર્તન કરી રહી છે. હાલ તેની સારવાર ચાલી રહી છે. પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે.

Shah Jina