શબાનાથી રજની બની હિંદુ પ્રેમી સાથે કર્યા લગ્ન, મંદિરમાં લીધા સાત ફેરા, 4 વર્ષથી ચાલી રહ્યુ હતુ અફેર
Muslim Girl Married Hindu Boy: લોકોને પ્રેમ ક્યારે, ક્યાં અને કોની સાથે થઇ જાય તેની ખબર જ નથી રહેતી. ઘણીવાર લોકો પ્રેમમાં એટલા અંધ બની જતા હોય છે કે કોઇની પણ હત્યા કરી દેતા હોય છે, તો ઘણીવાર અલગ ધર્મ અથવા જાતિના હોવાને કારણે સાથે રહેવું શક્ય ન બનતા પ્રેમી પંખીડા આપઘાત કરી લેતા હોય છે. કેટલીકવાર પ્રેમમાં લોકો ધર્મની દીવાલ પણ તોડી દેતા હોય છે. હાલ આવો જ એક મામલો સામે આવ્યો છે, જ્યાં શબાના નામની યુવતીએ પોતાના હિંદુ પ્રેમી સાથે લગ્ન કરવા માટે હિન્દુ ધર્મ અપનાવ્યો અને રજની બની ગઇ.
આ પછી તેણે મંદિરમાં સાત ફેરા લીધા. રિપોર્ટ્સનું માનીએ તો રજની અને તેના પ્રેમી વચ્ચે છેલ્લા 4 વર્ષથી પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો. રજનીના પતિનું નામ બબલુ છે જે પ્રયાગરાજમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કરતો હતો. શબાના તેના ભાઈ અને ભાભી સાથે તે જ રોડ પર કામ કરતી હતી જ્યાં બબલુ ઈંટના ભઠ્ઠામાં કામ કરતો હતો. આ દરમિયાન બંનેની મુલાકાત વધી અને પછી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. શબાના અને બબલુના સંબંધોના સમાચાર તેમના પરિવારને 6 મહિના પહેલા મળ્યા હતા.
જ્યારે શબાનાના પરિવારના સભ્યોને ખબર પડી કે તેમની પુત્રી એક હિન્દુ છોકરા સાથે પ્રેમમાં છે, ત્યારે પરિવારના સભ્યોએ તેના પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું, પરંતુ શબાના તેના પ્રેમ પર અડગ રહી અને સ્પષ્ટપણે બીજા છોકરા સાથે લગ્ન કરવાની ના પાડી. જો કે, બબલુના પરિવારજનો લગ્ન માટે સંમત થયા અને તેમના પુત્રને આશીર્વાદ આપ્યા. બબલુ સાથે લગ્ન કરવા માટે શબાના મહોબાથી ભાગીને કૌશામ્બી આવી, જ્યાં બંને મંદિર પહોંચ્યા. આ દરમિયાન બબલુના પરિવારના સભ્યો પણ ત્યાં હાજર હતા. બબલુના પરિવારે નવપરિણીત યુગલને આશીર્વાદ આપ્યા.
શબાનાએ જણાવ્યું કે બંને 4 વર્ષથી એકબીજાના પ્રેમમાં છે અને તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે. સ્થાનિક થાણેદારે પુષ્ટિ આપી હતી કે આ મામલે કોઈ કાનૂની સમસ્યા નથી. આ સિવાય બંને પુખ્ત છે. આ કારણોસર બંને સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઉત્તર પ્રદેશના મહોબામાંથી આ અનોખી પ્રેમ કહાની સામે આવી. શબાના મહોબાથી કૌશામ્બી આવી અને બબલુ સાથે શનિવારે બપોરે ગામના મંદિરે પહોંચી. શબાનાએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો અને પોતાનું નામ બદલીને રજની રાખ્યું અને પછી લગ્ન કર્યા.