ભલે કેટરીના અને વિક્કી લગ્નને ખાનગી રાખવા માંગતા, પરંતુ આવી ગયો આ શાનદાર લગ્નનો પહેલો વીડિયો સામે, ભવ્ય અંદાજમાં મહેમાનોનું થયું સ્વાગત

કેટરીના-વિકીના લગ્નનો પહેલો વીડિયો આવ્યો સામે, વીડિયો જોતા જ ફેન્સ ખુશખુશાલ

અભિનેતા વિક્કી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફના લગ્નની ખબરો જોર શોરથી ચાલી રહી છે, આ બધા વચ્ચે જે કેટરીના અને વિક્કી અલગ અલગ જગ્યાએ સ્પોટ પણ થતા જોવા મળે છે, ત્યારે ગત રોજ સાંજે તે બંને પ્રાઇવેટ પ્લેન દ્વારા રાજસ્થાન પહોંચ્યા હોવાની પણ ખબરો આવી હતી અને તેમના પરિવારને પણ જયપુરમાં સ્પોટ કરવામાં આવ્યો.

વિક્કી કૌશલ અને કેટરીના તેના લગ્નને ખાનગી રાખવા માંગે છે, પરંતુ સોશિયલ મીડિયામાં તેના લગ્નની ખબરો વાયરલ થતી જ રહે છે, હાલમાં જ કેટરીના અને વિક્કી કૌશલના લગ્નનો એક વીડિયો પણ સામે આવ્યો છે, આ વીડિયોની અંદર મહેમાનોનો ભવ્ય સ્વાગત થતું પણ જોવા મળી રહ્યું છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લગ્ન માટે કિલ્લાને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યો છે. તે જ સમયે, લગ્નમાં આવનાર મહેમાનોને આવકારવા માટે મુખ્ય દ્વાર પર ફ્રિન્જ સાથેનો મોટો ભવ્ય ગેટ લગાવવામાં આવ્યો છે. કિલ્લામાં ફટાકડા સાથે ભારે રોશની પણ કરવામાં આવી છે.

રસપ્રદ વાત એ છે કે કેટલાક લોકો મહેમાનોનું સ્વાગત કરવા માટે ફિલ્મ જોધા અકબરનું ગીત ‘ખ્વાજા મેરે ખ્વાજા’ ગાઈ રહ્યા છે. આ ગીત સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તેમને ખૂબ જ શાહી અંદાજમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. મહેમાનોના સ્વાગતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. તમને જણાવી દઈએ કે આ લગ્નમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ હતો, આવી સ્થિતિમાં લોકો વિચારી રહ્યા છે કે આ વીડિયો કેવી રીતે લીક થયો?

તમને જણાવી દઈએ કે સોમવારની સાંજે કેટ અને વિક્કી મુંબઈના પ્રાઇવેટ એરપોર્ટથી લગ્ન માટે રાજસ્થાન જવા માટે રવાના થયા હતા. સોમવારની સવારે જ કેટરીનાના ભાઈ બહેનને એરપોર્ટથી જયપુર પહોંચતા પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત કેટરીનાના ચહેરા ઉપર એક અલગ પ્રકારની ચમક જોવા મળી રહી હતી, જેવી ચમક લગ્ન કરનાર દુલ્હનના ચહેરા ઉપર જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

એરપોર્ટ ઉપર વિક્કી કૌશલ ઉતાવળમાં જોવા મળી રહ્યો હતો. વિક્કી અને કેટરીનાએ ભલે તેમના લગ્નની જાહેરાત ના કરી હોય પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમના લગ્નની લગભગ દરેક અપડેટ ડીઝીટલ મીડિયા દ્વારા સામે આવતી રહે છે, મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમના લગ્નમાં આવનારા સંબંધીઓ માટે 45 હોટલ પણ બુક કરાવવામાં આવી છે. આ લગ્નમાં મોબાઈલ ફોન લઇ જવા ઉપર પણ બેન રાખવામાં આવ્યું છે. જે બધું જ મીડિયાની સામે આવ્યું છે.

Niraj Patel