પોતાની અલગ ફેશનના કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થવા લાગી કૈટરીના કૈફ, પહેર્યું એવું સ્વેટર કે લોકો પણ બોલી ઉઠ્યા “સાવ આવું….”

સોશિયલ મીડિયાની અંદર ઘણા સેલેબ્રિટીઓ પોતાની આગવી ફેશન સેન્સના કારણે જાણીતા હોય છે, પરંતુ ઘણીવાર તેમની આ ફેશન સેન્સ ભારે પણ પડે છે અને ટ્રોલર્સના નિશાન ઉપર આવા સેલેબ્રિટીઓ ચઢી જતા હોય છે. હાલ આવું જ કંઈક અભિનેત્રી કૈટરીના કૈફ સાથે થયેલું જોવા મળ્યું છે. કૈટરીનાને એક સ્વેટર પહેરવું ભારે પડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કૈટરીના કેફે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક તસ્વીર શેર કરી છે, જેમાં તે બ્લુ રંગના સ્વેટરમાં નજર આવી રહી છે. આ ક્રોપ્ડ લેન્થ સ્વેટરને કેટરીનાએ હાઈ વેસ્ટ ડેનિમ જીન્સ સાથે ટીમઅપ કર્યું છે. પરંતુ આ સ્વેટરના કારણે જ તેને હવે ટ્રોલર્સના નિશાનાનો સામનો કરવો પડી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કારણ કે આ સ્વેટરની અંદર સુધી અજીબ વાત એ છે કે તેમાં બટનની જગ્યાએ સેફટી પીનનો લાગેલી છે. જેના કારણે સ્વેટર જૂનો લુક આપી રહ્યું છે.બ્લૂની સાથે સ્કાઈ શેડ વાળું આ સ્વેટર Danielle Guizio બ્રાન્ડનું છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

આ સ્વેટરની કિંમત 318 ડોલર એટલે કે 25 હજાર રૂપિયાની આસપાસ છે. કેટરીનાના આ સ્વેટર જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સ દ્વારા તો મજાકિયા અંદાજમાં પૂછી લેવામાં આવ્યું કે “આટલી ગરીબી આવી ગઈ છે ?” તો બીજા એક યુઝર્સ દ્વારા લખવામાં આવ્યું છે કે, “કેટ હું તને ખુબ જ પસંદ કરું છું પરંતુ આ સ્વેટરના કારણે અજીબ લાગી રહી છું.”

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

હાલમાં કૈટરીના પોતાની આવનારી ફિલ્મ “ફોન બુથ”નું શૂટિંગ કરી રહી છે. સોશિયલ મીડિયા ઉપર તે મોટાભાગે પોતાની તસવીરો શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા તેને સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે પણ ફોટો શેર કરી હતી. તો હલં જ તે સિંદ્ધાત સાથે બેડમિન્ટન રમતા વીડિયો પણ તેને શેર કર્યો હતો.

Niraj Patel