લગ્ન થતા જ કેટરીના કૈફે સલમાન ખાનને બતાવ્યા પોતાના નખરા ? જાણીને ફેન્સની હાલત ખરાબ થઇ જવાની છે

નવી નવેલી દુલ્હન બનેલી બોલિવુડની ખૂબસુરત અભિનેત્રી કેટરીના કૈફ હવે જલ્દી જ કામ પર પરત ફરવાની છે. કેટરીના પાસે ઘણી ફિલ્મો છે. ત્યારે હવે અભિનેતા વિક્કી કૌશલ સાથે લગ્નના બંધનમાં બંધાયા બાદ તે હવે કામ પર પરત ફરવાની તૈયારી કરી રહી છે. કેટરીના અને વિક્કી4એ રાજસ્થાનના સવાઇ માધોપુર સિક્સ સેંસ ફોર્ટ બરવાડામાં  ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ઘણા જ શાનદાર થયા હતા. લગ્નમાં ગણતરીના મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ.

લગ્ન બાદ આ કપલ હનીમુન પર પણ ગયા હતા અને ત્યાંથી તેઓ થોડા સમય પહેલા જ મુંબઇ પરત ફર્યા છે. ત્યારે કેટરીનાએ તેના સાસરે તેની પહેલી રસોઇની રસ્મ પણ પૂરી કરી હતી. વિક્કી અને કેટરીનાએ હાલમાં જ તેમના નવા ઘરમાં પ્રવેશ કર્યો છે. જયાં કેટલાક દિવસ પહેલા ગૃહ પૂજા પણ રાખવામાં આવી હતી. લગ્ન બાદ હવે વિક્કી તો પોતાના કામ પર પરત ફરી ચૂક્યા છે ત્યાં હવે કેટરીના પણ કામ પર પરત ફરવાની તૈયારી કરી છે.

વિક્કી કૌશલ હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે મેઘના ગુલઝારની ફિલ્મ ‘સૈમ બહાદુર’ના શૂટિંગ માટે સેટ પર પહોંચી ગયો છે. અહેવાલો હતા કે કેટરિના કૈફ પણ ટૂંક સમયમાં ‘ટાઈગર 3’ના શૂટિંગ માટે દિલ્હી જવા રવાના થશે.ત્યારે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે કેટરિના કૈફ આવતા અઠવાડિયે બીજી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે જેનું શૂટિંગ મુંબઈના સ્ટુડિયોમાં જ થશે. અભિનેત્રીએ હાલમાં સલમાન ખાન સાથેની ‘ટાઈગર 3’નું શૂટિંગ અટકાવી દીધું છે. ઈ-ટાઇમ્સના રીપોર્ટ અનુસાર, કેટરિના કૈફ ડિરેક્ટર શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ શરૂ કરશે.

આ ફિલ્મમાં કેટરિના કૈફ સાથે વિજય સેતુપતિ પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ 15 ડિસેમ્બરથી શરૂ થવાનું હતું, પરંતુ તેમાં વિલંબ થયો છે. શ્રીરામ રાઘવનની આ ફિલ્મ માત્ર 90 મિનિટની હશે, જેનું નિર્માણ કાર્ય રમેશ તૌરાની સંભાળી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ ક્રિસમસના દિવસે જ શરૂ કરવામાં આવશે. કેટરીના કૈફ બાદમાં સલમાન ખાન સાથે શૂટિંગ કરશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના કૈફ પાસે હાલમાં ઘણી ફિલ્મો છે જેમાં તે કામ કરી રહી છે. જેમાં ‘ફોન ભૂત’ અને ‘જી લે જરા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ‘ફોન ભૂત’માં કેટરિના કૈફ સાથે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી પણ જોવા મળશે. આ સિવાય પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ ‘જી લે ઝરા’માં કેટરિના કૈફ સાથે જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2022માં શરૂ થશે અને તે વર્ષ 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Shah Jina