લગ્ન બાદ પહેલીવાર કેટરીના કૈફ મુંબઇથી થઇ રવાના, એરપોર્ટ જોવા મળ્યો સ્ટાઇલિશ લુક- જુઓ તસવીરો અને વીડિયો

બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ તેની પ્રોફેશનલ લાઇફ સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ઘણી ચર્ચામાં બની રહેતી હોય છે. કેટરીના કૈફે ગયા વર્ષે જ ડિસેમ્બરમાં અભિનેતા વિક્કી કૌશલ સાથે લગ્ન કર્યા છે અને બંને હવે હંમેશા માટે એકબીજાના થઇ ગયા છે. કેટરીના અને વિક્કી સોશિયલ મીડિયા પર એક બીજા માટે પ્રેમ પણ વ્યક્ત કરે છે. આ વચ્ચે કેટરીના કૈફ મુંબઇ એરપોર્ટપર નજર આવી હતી. આ દરમિયાન તેનો એરપોર્ટ લુક ઘણો સ્ટાઇલિશ લાગી રહ્યો હતો. બોલિવૂડ અભિનેત્રી અને નવપરિણીત કેટરીના કૈફ લગ્ન બાદ પહેલીવાર મુંબઈથી રવાના થઇ છે. તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

એરપોર્ટ પર તે બ્લેક કેઝ્યુઅલ આઉટફિટમાં ખૂબસૂરત લાગી રહી હતી. કેટલાક રીપોર્ટ અનુસાર તે પોતાની આગામી ફિલ્મના શૂટિંગ માટે મુંબઈની બહાર ગઈ છે. તો કેટલાક રીપોર્ટ અનુસાર તે તેના પતિ વિક્કી કૌશલને મળવા માટે ઇન્દોર રવાના થઇ હતી.

કેટરિના અને વિક્કી કૌશલના લગ્ન 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનમાં થયા હતા. કેટરિના કૈફ એરપોર્ટ પર ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી. તેણે માસ્ક પણ બ્લેક કેરી કર્યુ હતુ. તેણે ચામડાની પેન્ટની સાથે બ્લેક હૂડી પહેરી હતી. કોરોનાથી બચવા માટે ફેસ માસ્કની સાથે ફેસ શિલ્ડ પણ પેહરી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરિનાએ શ્રીરામ રાઘવનની આગામી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તે સાઉથ સ્ટાર વિજય સેતુપતિની સામે જોવા મળશે. આ સિવાય કેટરીના ‘ટાઈગર 3’માં પણ જોવા મળશે, જેમાં સલમાન ખાન લીડ રોલમાં છે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં થવાનું હતું, પરંતુ કોરોનાના વધતા જતા કેસોને કારણે તે હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.

તમને જણાવી દઇએ કે, તાજેતરમાં કેટરિના કૈફ તેના પતિ વિક્કી કૌશલને એરપોર્ટ પર ડ્રોપ કરવા આવી હતી. કોરોનાને ધ્યાને લઇ બંને કલાકારોએ માસ્ક પહેર્યા હતા. કેટરિનાએ ઓરેન્જ કલરનો નાઈટ સૂટ પહેર્યો હતો. ત્યાં, વિકીએ બ્રાઉન કલરના સ્વેટશર્ટ સાથે ડેનિમ જીન્સ પહેર્યું હતું. વિક્કી કારમાંથી ઉતરે તે પહેલા કેટરીનાએ તેને ગળે લગાડીને ગુડબાય કહ્યું.

કારમાંથી ઉતર્યા બાદ વિક્કી એરપોર્ટના ગેટ તરફ આગળ વધ્યો હતો તો કેટરીના પણ રવાના થઇ હતી.નોંધનીય છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ અત્યાર સુધી કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. બીજી તરફ કેટરિના કૈફની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે જલ્દી જ ‘મેરી ક્રિસમસ’, ‘ફોન ભૂત’, ‘જી લે ઝરા’ અને ‘ટાઈગર 3’માં જોવા મળશે.

આ સાથે જો વિકી કૌશલના પ્રોજેક્ટની વાત કરીએ તો તે ‘સામ બહાદુર’, ‘ગોવિંદા મેરા નામ’, ‘ધ ઈમોર્ટલ અશ્વથામા’, ‘તખ્ત’ અને ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’માં જોવા મળશે.વિક્કી હાલમાં ઈન્દોરમાં સારા અલી ખાન સાથે એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina