કેટરીના કૈફે શેર કરી મનમોહક તસવીર, બિકિની અને શોર્ટ્સમાં લાગી ગજબની ખૂબસુરત- જુઓ તમે પણ તસવીરો

બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેકતા વિક્કી કૌશલે જયારથી લગ્ન કર્યા છે, ત્યારથી તે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. કેટરીના અને વિક્કી બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો શેર કરી ચાહકોને અપડેટ રાખે છે. બંને લગ્ન બાદથી ઘણી તસવીરો ચાહકો સાથે શેર કરી રહ્યા છે. ત્યારે હાલમાં કેટરીના કૈફે તેની ત્રણ એવી તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયામાં શેર થતાની સાથે જ જોતજોતામાં વાયરલ થઇ ગઇ છે. કેટરીનાની ફેન ફોલોઇંગ ઘણી લાંબી છે અને તે તેના ઇનસ્ટાગ્રામ પોસ્ટની લાઇક્સ પરથી જોઇ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરીનાએ હાલમાં જ તેની ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તે સમુદ્ર કિનારે જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરોમાં તેની સ્માઇલ બધાનું ધ્યાન ખેંચી રહી છે. અભિનેત્રીએપ પ્રિન્ટેડ બ્રા અને શોર્ટ્સ સાથે શ્રગ કેરી કર્યુ છે. તેણે તેની ખુશીના પળ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે શેર કર્યા છે. આ તસવીરો શેર કરતા કેટરીનાએ લખ્યુ હેપ્પી પ્લેસ.

 

View this post on Instagram

 

A post shared by @moviez_dot_com

મીડિયા રીપોર્ટ અનુસાર આ તસવીર અભિનેત્રીના માલદીવ વેકેશનની છે. કેટરીનાને હાલમાં જ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી અને તે બાદ તેણે આ તસવીરો શેર કરી છે. કેટરીનાની આ તસવીરો પરથી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કેટરીના માલદીવમાં વેકેશન માણી રહી છે. જો કે, કેટરીનાએ જગ્યાનો કોઇ ઉલ્લેખ કર્યો નથી.

 

View this post on Instagram

 

A post shared by Delhi Times (@delhi.times)

વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરીના જલ્દી જ વિજય સેતુપતિ સાથે મેરી ક્રિસમસનું શુટિંગ કરશે, આ ફિલ્મ શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત અને રામ તૌરાની દ્વારા સમર્થિત છે.  આ ક્રિસમસ 2022 પર રીલિઝ થવાની છે. આ ઉપરાંત કેટરીના સલમાન ખાન સાથે ફિલ્મ ટાઇગર 3માં જોવા મળશે. આ ઉપરાંત ઇશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે તે ફિલ્મ ફોન ભૂતમાં પણ જોવા મળશે.

Shah Jina