લગ્ન બાદ પહેલીવાર એકસાથે પાર્ટીમાં નજર આવ્યા વિક્કી કૌશલ અને કેટરીના કૈફ, હાથમાં હાથ પકડીને કરી જોરદાર એન્ટ્રી

વિક્કી કૌશલ અને કેટરીના કૈફ બોલિવૂડની ચર્ચિત જોડીઓમાંથી એક છે. આ જોડી જ્યાં પણ જાય છે ત્યાં ધમાલ મચાવી દેતી હોય છે. કંઈક આવું જ ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાના જન્મદિવસ પર જોવા મળ્યુ. જ્યાં કેટ અને વિક્કી એક સાથે પહોંચ્યા હતા. બંનેએ ડિસેમ્બર 2021માં રાજસ્થાનના બરવાડા ફોર્ટમાં ભવ્ય રીતે લગ્ન થયા હતા.

લગ્ન પછી બંને ઘણી વખત સોશિયલ મીડિયા દ્વારા લોકોને કપલ ગોલ્સ આપી રહ્યા છે. લગ્ન બાદ આ કપલ પહેલી વખત કોઈના જન્મદિવસની પાર્ટીમાં એકસાથે જોવા મળ્યા હતા. કેટ અને વિક્કી એક સાથે ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાના જન્મ દિવસમાં શામેલ થયા હતા જ્યાંથી તેમની ઘણી બધી તસવીરો સામે આવી હતી.

પાર્ટીમાં બધાની નજર બોલિવૂડના આ નવ પરિણત કપલ હતી. આ પાર્ટી માટે કેટરીનાએ સ્કાઈ બ્લુ મીની ડ્રેસ પહેર્યો હતો. જયાં વિક્કી કૌશલે ઓલ-બ્લેક આઉફીટ પહેર્યો હતો, આ આઉટફિટમાં તે જોરદાર ડેશિંગ લાગી રહ્યો હતો. તસવીરમાં તેનો લુક જોતા જ બની રહ્યો હતો. જન્મ દિવસની પાર્ટીમાં વિક્કી-કેટ એક બીજાના હાથ પકડીને એન્ટ્રી મારી હતી.

ત્યારબાદ પેપરાજીઓને કપલ ગોલ્સ આપતા તસવીરો કિલક કરાવી હતી. આના સિવાય તેમણે અલગ અલગ તસવીરો પણ કિલક કરાવી હતી. કપલની રાત્રે થયેલી પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

કેટ અને વિક્કી લગ્નના બંધનમાં બંધાયા પછી તેમના સુંદર સફરની દરેક પળ ખુબ એન્જોય કરી રહ્યા છે. કપલ દરેક તીજ તહેવારને એક સાથે સેલિબ્રેટ કરે છે અને તેમના ચાહકો સાથે તેમના વીડિયો અને તસવીરો શેર કરતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by ✧・゚ (@saby_khan0)

થોડા દિવસો પહેલા જ કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પતિ વિક્કી કૌશલની સાથે તસવીર શેર કરી હતી જેમાં બંને કપલ બ્લેક ગોગલ્સમાં કેમેરાની સામે પોઝ આપી રહ્યા હતા. તેની સાથે કેટરીનાએ લખ્યું હતું કે,’ઊંઘમાં છુ’. કેટરીનાએ શેર કરેલી આ સ્ટોરી લોકોને ખુબ પસંદ આવી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિક્કી જલ્દી ‘ગોવિંદા નામ મેરા’ અને સૈમ બહાદુર’માં નજર આવશે તો કેટરીનાની પાસે ફિલ્મ ‘ટાઇગર 3’ છે જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળશે.

Patel Meet