ખેલ જગત મનોરંજન

સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકરને પસંદ કરે છે આ બોલિવુડ સ્ટાર ? જુઓ આ શું ચાલી રહ્યું છે

સચિન તેંદુલકરની દીકરી સારા અને આ દિગ્ગ્જ સ્ટાર વચ્ચે કાંઈ ખીચડી રંધાઈ રહી છે? જાણો વિગત

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મહાન બલ્લેબાજ સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર ઘણીવાર તેના ખૂબસુરત અને સાદગી ભરેલા અંદાજને લઇને ચર્ચામાં રહે છે. હવે સારાના આ અંદાજના બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન પણ કાયલ થઇ ગયા છે. સારા મશહૂર સ્ટાર ડોટર છે અને તેની ખાસી એવી ફેન ફોલોઇંગ છે. સારા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે.

સારા તેંદુલકરે હાલમાં જ તસવીર શેર કરી છે, જે જંગલની આગની જેમ વાયરલ થઇ રહી છે. સારાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક ગ્લેમરસ તસવીર શેર કરી છે. તસવીરમાં  તે બાલકનીમાં જોવા મળી રહી છે અને ખૂબસુરત સ્માઇલ આપી રહી છે. જણાવી દઇએ કે, આ તસવીરને બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન અને સિંગર અરમાન મલિકે આ તસવીરને લાઇક કરી છે. સારાએ તસવીર સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, ઓલ સ્માઇલ્સ ઇન ધ સિટી.

સારાના લુકની વાત કરીએ તો, તે બ્લેક-વ્હાઇટ આઉટફિટમાં છે. તે ખૂબ જ સુંદર સ્માઇલ આપી ચાર ચાંદ લગાવી રહી છે. સારાની આ તસવીરો જોયા બાદ ચાહકો પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે અને લવ ઇમોજી શેર કરી રહ્યા છે.

સારા વર્તમાનમાં લંડનની એક કોલેજથી મેડિસિનનો અભ્યાસ કરી રહી છે અને તેણે મુંબઇની ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલથી અભ્યાસ કર્યો છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 14 લાખ ફોલોઅર્સ છે. અફવાઓ છે કે સારા ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે. જો કે, બંનેએ ના તો અફવાઓનું ખંડન કર્યુ છે અને ના તો સંબંધની પુષ્ટિ કરી છે.