વિદેશની ગોરી મેમે ભારતના રસ્તા પર બેઠેલી મહિલાઓ પાસે કરાવી તેલ માલિસ, પછી વીડિયો શેર કરીને કહ્યું એવું કે… જુઓ

રોડ પર માલીસ કરી રહેલી મહિલાઓને જોઈને વિદેશી ક્રિએટર પણ થઇ ગઈ ખુશ, પોતાના બાળકને મહિલાઓને આપી બેઠી માલીસ કરાવવા, જુઓ વીડિયો

Karolina Goswami Gets Head Massage : ભારત એક એવો દેશ છે જ્યાં પ્રેમ અને હૂંફ તમને દરેક જગ્યાએ મળી જશે અને એટેલ જ વિદેશીઓને પણ ભારત ખુબ જ પસંદ હોય છે. ઘણા વિદેશીઓ ભારતમાં ફરવા માટે  આવે છે અને અહીંની સંસ્કૃતિ જોઈને અભિભૂત પણ થઇ જતા હોય છે. તો  ઘણી વિદેશી યુવતીઓ ભારતમાં  લગ્ન કરીને સેટ થઇ ગઈ છે.  ત્યારે આ વિદેશી મહિલાઓ પણ પોતાના સોશિયલ મીડિયા ભારતના વીડિયો શેર કરે છે. હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વિદેશી કન્ટેન્ટ ક્રિએટર તેલ માલીસ કરાવી રહી છે.

બદલાતા ટ્રેન્ડ સાથે દેશી મસાજનું સ્થાન હવે સ્પા અને વિવિધ પ્રકારના બોડી મસાજ દ્વારા લેવામાં આવ્યું છે. તેના આકર્ષક પેકેજીસ જોઈને લોકો પોતાનો થાક દૂર કરવા અથવા આરામ કરવા માટે તેનો આશરો લે છે. તેમ છતાં, આપણી પરંપરાગત ‘ચંપી’ તમારા માથા પર જે જાદુ લાવે છે તે તમારા મૂડને તાજું કરશે, જે તમને સ્પા અથવા બોડી મસાજથી નહીં મળે. તાજેતરમાં, ડિજિટલ સર્જક કેરોલિના ગોસ્વામીએ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે માથામાં માલીસ કરાવતી જોવા મળી.

વીડિયોમાં તમે જોશો કે કેરોલિના રસ્તાના કિનારે બેસીને ચંપી કરાવી રહી છે. આ દરમિયાન તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. આ વીડિયો તેના ઓફિશિયલ હેન્ડલ @indiaindetails પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 30 લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે આ વીડિયોને કેટલો પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં તમે જોશો કે મહિલાઓ કેરોલિનાના બાળકને પોતાના ખોળામાં પકડીને તેને પ્રેમ કરી રહી છે. તેનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

આને શેર કરતી વખતે કેરોલિનાએ કેપ્શનમાં લખ્યું છે – હું અત્યાર સુધી જે સૌથી મૈત્રીપૂર્ણ, દયાળુ અને ઉદાર લોકોને મળી છું તે ભારતના છે. લવ યુ ઈન્ડિયા. એક યુઝરે આ વિડીયો પર કોમેન્ટ કરી છે – શું અદ્ભુત બોન્ડીંગ છે. અન્ય એક યુઝરે લખ્યું- આ અમારો ભારતીય પ્રેમ છે. ત્રીજા યુઝરે લખ્યું છે – તેઓ માત્ર મનુષ્ય છે, તેઓ ન તો જાતિ સમજે છે, ન ધર્મ, ન અસ્પૃશ્ય, ન અછૂત, તેઓ માનવતાને દિલથી સ્પર્શે છે અને માનવતા માટે જીવે છે.

 

View this post on Instagram

 

A post shared by Karolina Goswami (@indiaindetails)

Niraj Patel